ભરૂચ: ભરૂચની બાજુમાંથી પસાર થતી આખી નર્મદા નદીને પ્રદુષણ રોકવા માટે NGTએ સુચના આપીને પ્રયાસ હાથ ધર્યા છે.NGTમાં મધ્યપ્રદેશના સમ્યક જૈન દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને ગંભીર પ્રદુષણ ફેલાવનારા નદીને સ્વચ્છ ન કરતા ગટરના પાણીને છોડવામાં નિષ્ફળ રહેતા બદલ રાજ્ય અને સત્તાધીશોઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જૈને નદીના પટ અને ટેકરીઓ પર ગેરકાયદે બાંધકામો જે નદીના પર્યાવરણને નુકશાન પહોચાડે છે.કુદરતે ધરેલા પાણીને પ્રદુષિત કરીને ભારે નુકશાન પહોચાડે છે. નદીની સુંદરતા બગાડે છે. પક્ષકારોને સાંભળ્યા બાદ રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રીને ધ્યાને લઈને ટ્રીબ્યુનલે એવો અભિપ્રાય આપ્યો કે નર્મદા નદી પવિત્ર નદી હોવાને કારણે તેનું રક્ષણ થવું જોઈએ અને પાણીની ગુણવત્તા CPCB દ્વારા નિર્ધારિત માપદંડો સુધી જાળવણી કરવી જોઈએ.
નદીનો અભિન્ન ભાગ હોવાથી નદીના પુરના મેદાનને રક્ષણની જરૂર છે.નદીની જૈવ-વિવિધતા અને જળચર જીવન જાળવવામાં પૂર્ણ મેદાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.પર્યાવરણ અને ઇકોલોજીની દ્રષ્ટિએ તેના મહત્વને અવગણી શકાય તેમ નથી. જેને લઈને NGTએ વિવિધ ઝોનમાં વર્ગીકૃત કરવું જરૂરી છે. જેમાં ડેવલપમેન્ટ ઝોન,રેગ્યુલેટેડ ઝોન અને ડેવલપમેન્ટ માટે ફ્રી ઝોન માટે પાંચ દિશા નિર્દેશોને સમૂહમાં આપ્યા છે. જેમાં જળાશયો પર કોઈ અતિક્રમણ ન થાય, પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરતું કોઈ અતિક્રમણ હોય.જરૂર પડે તો કયાકીય કાર્યવાહી તેમજ પર્યાવરણીય કાયદો લાદીને વળતરને કાર્યવાહી કરવી જોઈએ.
નદી કિનારે આવેલા જિલ્લા/શહેરના કલેકટરોને નિર્દેશ આપવામાં આવે છે કે નદીના તટ અથવા નદી કિનારે કોઈ અતિક્રમણ ન થાય એ મારે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. ટ્રીટેડ પાણીના પુન: ઉપયોગ માટે એક્શન પ્લાનને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ,અને ઝડપથી તૈયાર કરવી જોઈએ,અને ટ્રીટેડ પાણીનો ઉપયોગ બાગકામ,કૃષિ હેતુઓ,ઔદ્યોગિક હેતુઓ અને અન્ય કોઈપણ હેતુઓ માટે કરવો જોઈએ,ને નિષ્ણાત મંડળ દ્વારા નક્કી કરવામાં આવે,દરેક કિસ્સમાં અડચણોઓને ઓળખીને અને પ્લગ કરીને હાલમાં STP ક્ષમતાને સુધારી શકાય છે.
અને પરિણામો માટે STP/CEPTs/ETPs અને તેમની સંબંધિત વિતરણ પ્રણાલીના સંચાલન અને જાળવણીમાં સુધારો કરવો જોઈએ. જેમાં ટ્રિબ્યુનલે સંયુક્ત ભલામણ સ્વીકારીને રાજ્ય સત્તાવાળાઓને STP ક્ષમતાનો ઝડપથી ઉપયોગ કરીને નદીઓમાં ગટર ગંદા પાણીનો નિકાલ ન થાય એ કરવાનો નિર્દેશ આપ્યો છે.જેને લઈને આ વખતે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે NGTના નિર્દેશોને લઈને નર્મદા નદીમાં વિલીન ન કરવા પ્રતિબંધ ફરમાવ્યો હતો.