સુરત: (Surat) નર્મદ યુનિ.ની (Narmad University) એકેડેમિક કાઉન્સિલની આજે મળેલી બેઠકમાં રેગ્યુલર અને એક્ષટર્નલ મોડમાં પરસ્પર પ્રવેશ માટે મોડ પોર્ટેબિલિટી સહિત એકઝામ ઓન ડિમાન્ડ માટે મહત્વનો અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કહી શકાય તેવા નિર્ણય કરવામાં આવ્યા છે. સુરતની નર્મદ યુનિ. ખાતે કુલપતિ કે.એન.ચાવડાના ચેરમનેપદે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં શિક્ષણ (Education) સંબંધિત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડીકેટ સદસ્ય પ્રિ. ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આજે એકેડેમિક કાઉન્સિલે વિદ્યાર્થીઓને રાહત થાય તેવા નિર્ણયો લીધા છે. યુનિ.એ એક્ષટર્નલ અને રેગ્યુલર કોર્ષમાં ચાલતા અભ્યાસક્રમો માટે ઉદાર નીતિ બનાવી છે. હવેથી એક્ષટર્નલ અને રેગ્યુલર મોડને ફ્લેક્સિબલ બનાવી મોડ પોર્ટેબિલિટી માટે ભલામણ કરાઇ છે.
નર્મદ યુનિ.માં અત્યાર સુધી એક્ષટર્નલ અને રેગ્યુલર મોડ અલગ અલગ રીતે ચાલતા હતા. વળી એક્ષટર્નલ મોડથી રેગ્યુલર મોડ અને તેવી જ રીતે રેગ્યુલરથી મોડથી એક્ષટર્નલ મોડમાં એડમિશન લઇ શકાતું નહોતું. કેમ કે યુનિ.એ આ બંને કોર્ષ માટે પરિક્ષણ વ્યવસ્થા અલગ રાખી હતી. હવેથી આ કોર્ષમાં પરસ્પર એડમિશન માટે મંજુરી આપી દેવાઇ છે. પ્રવર્તમાન શૈક્ષિણક વરસથી યુનિ.એ રેગ્યુલર ટુ એક્ષટર્નલ અને એક્ષટનલ ટુ રેગ્યુલર મોડમાં જઇ શકાય તેવી વ્યવસ્થા કરી છે. વળી આ બંને કોર્ષની પરીક્ષા પણ એક સાથે લેવા નિર્ણય કરાયો છે. જેથી સત્રના દિવસોની માથાકૂટ પણ નહીં થાય. ખાસ કરીને રેગ્યુલર એડમિશન દરમિયાન ઘર પરિવારમાં કોઇ ઇમરજન્સી કે સંજોગવસાત કોલેજ છોડવી પડે તેવા કિસ્સામાં કોઇપણ સ્ટુડન્ટન્સનું શિક્ષણ નહિં બગડે તે માટે યુનિ.એ આ નિર્ણય કર્યો છે.
એકઝામ ઓન ડિમાન્ડથી અસંખ્ય ઉમેદવારોને ફાયદો
નર્મદ યુનિ.ની આજરોજ મળેલી એકેડેમિક કાઉન્સિલે એકઝામ ઓન ડિમાન્ડનો તદન નવો કન્સેપ્ટ અમલી બનાવવા ભલામણ કરી છે. આ માટે યુનિ.ની કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રિ.ડો.સ્નેહલ જોષીએ ભારે મહે્નત કરી હતી. તેમને આ માટે ઘણા દિવસો મથામણ કરી આખું સ્ટ્રકચર રેડી કર્યું છે. જે મુજબ હવેથી યુનિ.માં જયારે ઇચ્છા થાય ત્યારે પરીક્ષા (Exam) આપી શકાશે. આ અંગે માહિતી આપતા ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે,આ નિર્ણયથી એવા સેંકડો ઉમેદવારોને ફાયદો થશે. જેમને એક પરીક્ષા બાદ ઓછા માર્કસ આવે અને અસંતોષ હોય તો પરિણામ સુધારવાની ઇચ્છા હોય. આવા ઉમેદવારો ફરી પરીક્ષા આપી શકશે. તે માટે સત્રાંત પરીક્ષા કે એટીકેટી પરીક્ષા સુધી રાહ જોવી પડશે. નહિં. વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા ઉમેદવારોને પણ વિદેશની યુનિ.ના સત્ર સાથે તાલમેલ સાંધવા એકઝામ ઓન ડિમાન્ડ પ્રથા ફાયદેમંદ રહેશે!
આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી સત્રાંત પરીક્ષા ઓનલાઇન લેવાશે
નર્મદ યુનિ.ની એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડો.કશ્યપ ખરચીયાએ કહ્યું હતું કે, યુનિ.એ કોરોનાને લીધે તાજેતરમાં લીધેલી ઓનલાઇન એકઝામ્સ પ્રયોગ સફળ નિવડયો હતો. આ પ્રયોગથી પ્રભાવિત થઇ યુનિ.એ હવે આગામી નવેમ્બર મહિનામાં લેવાનારી પ્રવર્તમાન શૈક્ષિણક વરસની પહેલા સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઇન લેવા ઠરાવ કર્યો છે. યુ.જી અને પી.જી.ની તમામ પરીક્ષાઓ ઓનલાઇન યોજાશે.