SURAT

ગ્રેજ્યુએશનનાં પરિણામ બાકી હોવા છતાં નર્મદ યુનિ. દ્વારા પીજીમાં આ તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે

  • સ્નાતકના વિદ્યાર્થીઓના સેમ.1થી 5ના પર્ફોમન્સના આધારે મેરિટ તૈયાર કરી પ્રવેશ અપાશે
  • આ પ્રવેશ પ્રોવિઝનલ હશે અને જે વિદ્યાર્થી છેલ્લા સેમ.માં નાપાસ થાય કે તેનું પરિણામ અટકાવાય તો પ્રવેશ રદ થઈ જશે

સુરત: કોરોનામાં હજુ સુધી નર્મદ યુનિ.ની (VNSGU) સ્નાતકની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ (Graduation Examination) હજુ પુરી થઈ નથી અને પરિણામો પણ બાકી છે પરંતુ નર્મદ યુનિ. દ્વારા કોરોનાની મહામારીના (Corona Virus Pandemic) કારણે ગ્રેજયુએશનનાં અભ્યાસક્રમમાં અંતિમ સેમેસ્ટરની પરીક્ષાઓ (Last Semester Examination) પૂર્ણ થઇ ન હોય, તેમજ પરિણામ પણ બાકી છે છતાં પણ યુનિ. દ્વારા સ્નાતકના 1થી 5 સેમેસ્ટરના પર્ફોમન્સના આધારે જ પીજીમાં (PG Admission) પ્રવેશ ફાળવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ તો હાલમાં આખા રાજ્યની તમામ યુનિ.ઓમાં પીજીની પ્રવેશ પ્રક્રિયાના મામલે અસમંજસની સ્થિતિ છે. પરંતુ નર્મદ યુનિ. દ્વારા આગેકદમ માંડી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોરોનાકાળને કારણે આખા રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ખોરવાઈ જવા પામ્યું છે. રાજ્યની અનેક યુનિ.માં હજુ સુધી પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ થઈ નથી. જોકે, આજે નર્મદ યુનિ. દ્વારા પીજીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે એક રીતે ઐતિહાસિક છે. નર્મદ યુનિ. દ્વારા 9મી ઓગષ્ટથી પીજી (VNSGU PG Addmission Date) ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે અગાઉ યુનિ.ની બીટીયુ અને ત્યારબાદ એકેડેમિક કાઉન્સિલમાં પણ નિર્ણય કગરવામાં આવ્યો છે. નર્મદ યુનિ.માં આમ તો હજુ સુધી સ્નાતકના અંતિમ સેમેસ્ટરની પરીક્ષા તેમજ પરિણામો બાકી છે પરંતુ આ નિર્ણય પ્રમાણે 1થી 5 સેમેસ્ટરના પર્ફોમન્સના આધારે પ્રવેશ અપાશે તેમાં મેરિટ બનાવવા માટે 50 ટકા માર્ક્સ 1થી 4 સેમેસ્ટરના એટીકેટી સહિત ગણવામાં આવશે. જ્યારે 50 ટકા માર્ક્સ સેમેસ્ટર-5ના ગણવામાં આવશે. હાલમાં જે પ્રવેશ અપાશે તે પ્રોવિઝનલ જ હશે. જેથી જો કોઈ વિદ્યાર્થી છેલ્લા સેમેસ્ટરમાં નાપાસ થાય કે તેનું પરિણામ અટકાવવામાં આવે તો તેનો પ્રવેશ રદ્દ કરી દેવાશે. આ વિદ્યાર્થી પછી મેરિટમાં જે વિદ્યાર્થી આવતો હશે તેને પ્રવેશ આપવામાં આવશે.

કુલપતિ કે.એન. ચાવડાના કહેવા પ્રમાણે, સ્નાતકના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના પોતાના સપના પુરા કરી શકે તે માટે તેમને પીજીમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે જો ઝડપથી પ્રવેશ આપવામાં આવે તો શૈક્ષણિક કાર્ય પણ ઝડપથી શરૂ કરી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નર્મદ યુનિ. દ્વારા વલસાડ, વાંસદા, વ્યારા, રાજપીપળા અને ભરૂચમાં પ્રાદેશિક કેન્દ્રો શરૂ કરાશે
નર્મદ યુનિ. દ્વાાર પ્રવેશ, પરીક્ષા અને પરિણામની કામગીરી માટે દ.ગુ.માં છેવાડાના વિસ્તારો વલસાડ, વાંસદા, વ્યારા, રાજપીપળા અને ભરૂચ ખાતે પ્રાદેશિક કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિ.ના સેનેટ મેમ્બર કનુ ભરવાડ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે, દ.ગુ. નર્મદ યુનિ.માં મોટા ભાગના વિદ્યાર્થીઓ સુરતથી દૂર પ્રાદેશિક વિસ્તારમાં રહેતા હોય છે. જેઓને પ્રવેશ પરીક્ષા અને પરિણામના કામ અર્થે યુનિવર્સિટી સુધી આવવાનું થાય છે. હાલના કોવિડ–૧૯ના સમયમાં પણ તેઓને વારંવાર યુનિવર્સિટી સુધી આવવાનું થાય છે. જેની વિદ્યાર્થીને માનસિક, સામાજિક અને આર્થિક રીતે અસર કરે છે. જેથી તાકીદે વલસાડ, વાંસદા, વ્યારા, રાજપીપળા, ભરૂચ ખાતે યુનિવર્સિટીને લગતી પ્રવેશ, પરીક્ષા અને પરિણામને લગતી તમામ કામગીરી માટે પ્રાદેશિક કેન્દ્ર આપવામાં આવે. આ રજૂઆતને પગલે યુનિ. દ્વારા આ પ્રાદેશિક કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને મંજૂરી આપવા માટે એકેડેમિક કાઉન્સિલને ભલામણ કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top