ઉમરગામ(Umargam): વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકામાં નારગોલના (Nargol) દરિયા કિનારે (Sea Beach) 2 મૃત ડોલ્ફિન (Dolphin) તણાઈ આવતા કુતૂહલ ઉભું થયું છે. માછીમારો અને સ્થાનિક લોકો દ્વારા અગ્રણીઓ અને સરપંચને જાણ કરાઈ હતી. ગામના સરપંચ દ્વારા સામાજિક વનીકરણ વિભાગને (Forest Department) જાણ કરાતા વનીકરણ વિભાગની ટીમ દરિયા કિનારે દોડી આવી હતી. દરિયા કિનારે ડિકમ્પોઝમાં મળી આવેલી બે મૃત ડોલ્ફિનને જોઈ પશુ ચિકિત્સકને (Veternary Doctor) જાણ કરી હતી. પશુ ચિકિત્સક દ્વારા મૃત ડોલ્ફિનનું પોસ્ટમોર્ટમ (PostMortom) કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એકસાથે બે મૃત ડોલ્ફિન મળતા વલસાડ નારગોલના પ્રકૃતિ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
- માલવણ બીજના દરિયા કિનારે મૃત ડોલ્ફિન મળી
- અગાઉ પણ નારગોલના દરિયા કિનારે મૃત ડોલ્ફીન મળી છે
- વનવિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃત ડોલ્ફિનનો કબ્જો લીધો
- પશુ ચિકિત્સકે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ શરૂ કર્યું
વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં દરવર્ષે દરિયાની અંતરથી મૃત હાલતમાં ડોલ્ફિન તણાઈ આવતી હોય છે. આવા બનાવ અનેકોવાર બનતા રહે છે. આજે નારગોલ બીજ ઉપર ભરતીના પાણીમાં માલવણ બીજ વિસ્તારમાં એકસાથે 2 ડોલ્ફિન મૃત મળી આવી હતી. કિનારે બંનેના મૃતદેહ પડ્યા હતા. સ્થાનિક માછીમારોએ ગામના સરપંચ સ્વીટી ભંડારીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સ્વીટી ભંડારીએ સામાજિક વનીકરણ વિભાગ અને પશુચિકિત્સકનો સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ડોલ્ફિન વર્ગ એકનું પ્રાણી છે. તેથી સરપંચ સ્વીટી ભંડારીએ નારગોલના દરિયા કિનારે મૃત મળેલા ડોલ્ફિન અંગે આરએફઓ અમિત ટંડેલને જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. એક સાથે બે ડોલ્ફિન અમૃત હાલતમાં મળી આવી છે તે ઉપરાંત આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચથી વધુ ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવી હતી વારંવાર આ વિસ્તારથી મૃતહાલતમાં મળી આવતી ડોલ્ફિનને લઈ પ્રકૃતિ પ્રેમીઓમાં ચિંતા પ્રસરી રહી છે.