વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની વર્ષમાં એક વખત મળતી સેનેટની મહત્વપૂર્ણ બેઠક મંગળવારે યોજાઈ હતી. આ બેઠકમાં યુનિવર્સીટીના ચાન્સેલર રાજમાતા શુભાગીની દેવી ગાયકવાડ સહિત નવનિયુક્ત વી.સી પ્રો. વિજય શ્રીવાત્સવની અધ્યક્ષતામાં સેનેટની બેઠક યોજાઇ હતી. યુનિવર્સીટીના રજિસ્ટ્રાર ડો.કે.એમ. ચુડાસમાએ બેઠકનું સંચાલન કર્યું હતું. જુના તેમજ નવા ચૂંટાયેલા 85 જેટલા સેનેટરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 29 જેટલા નવા ચૂંટાયેલા સેનેટ સભ્યોનો સમાવેશ થયો હતો. સેનેટ ની બેઠકના પ્રારંભે કોરોના દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મંગળવારે યોજવામાં આવેલી સેનેટની બેઠકમાં નવ નિયુક્ત સેનેટ સભ્યોને ફેકલ્ટીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે નરેન્દ્ર રાવત સહિત કેટલાક સેનેટ સભ્યોએ ફેકલ્ટી દ્વારા તેમને કોઈજ માહિતી આપવામાં આવતી ન હોવા સહિત કાર્યક્રમમાં પણ બોલાવવામાં આવતા ન હોવાનની રજુઆત કરી હતી. જ્યારે વીસીએ આ મુદ્દે ફેકલ્ટી ડીન સાથે આ મુદ્દે વાત કરીને તેમને માહિતી આપવામાંઆવશે તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.
સેનેટ નરેન્દ્ર રાવત, ડો નીકુલ પટેલ અને કપિલ જોશી દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી જેનો બીજેપી પ્રેરિત સંકલન જૂથ અને સત્તાધારી જૂથના સેનેટ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો .ભારે હોબળા વચ્ચે નરેન્દ્ર રાવતે તેમની વાતો રજૂ કરી હતી. યુનિ.ના વીસી પ્રો. વિજય કુમાર શ્રીવાત્સવ દ્વારા બેઠકમાં ઉપસ્થિત સભ્યોને સેનેટનું ડેકોરમ જાળવવાની વારંવાર વિનંતી કરવામાં આવી હતી. નરેન્દ્ર રાવતના બોલાયેલા શબ્દો થી સેનેટ સભ્યો દુઃખી થતા તેમને માફી માંગવા સાથે શબ્દો પરત લેવા સભ્યોએ હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો. નરેન્દ્ર રાવતે યુનિ.ની જમીન મુદ્દે એકની એક વાત કરતા બંને જૂથો દ્વારા વિરોધ કરતા તેઓ બેઠકમાંથી વોક આઉટ કરી ને નીકળી ગયા હતા. ત્યાર બાદ વીસી દ્વારા સેનેટ સભ્યોને રજુઆત કરવા દસ મિનિટનો સમય ફાળવ્યો હતો . ડો. નીકુલ પટેલે ફેકલ્ટી ઓફ ટેકનોલોજીનામાં 33 કરોડ ના ખર્ચ ની કોઈ વિગત ન હોઈ તેની તપાસ ની માંગ કરી હતી. જ્યારે કપિલ જોશીએ વિધાર્થીઓની સુવિધા સહિત હોસ્ટેલ ના મુદ્દે રજુઆત કરી હતી.યુનિવર્સિટીમાં શૈક્ષણિક ક્ષેત્રે યોગ્ય નાણાં વપરાય તેમ જણાવ્યું હતું.
સેનેટની બેઠક ગુજરાતમિત્રનાે લેખ છવાયો
મ.સ.યુનિ.ના પૂર્વ કર્મચારી કીર્તિભાઈ પરીખ દ્વારા સેનેટ બેઠક પૂર્વે ગુજરાતમિત્રમાં પ્રસિદ્ધ મ.સ.યુનિ.ના ઈતિહાસ અંગેના વિશેષ લેખની સેનેટ સભ્યો ઉપરાંત ચાન્સેલર રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ , વીસી પ્રો. વિજય કુમાર શ્રીવાત્સવ અને રજિસ્ટ્રાર સહિત મેયર કેયુર રોકડીયાને જાણકારી આપી હતી. મેયર કેયુર રોકડીયાએ એમ.એસ. યુનિવર્સીટીની સ્થાપના અને પ્રતિષ્ઠાનો ઇતિહાસ અંગેનો ગુજરાતમિત્રનો વિશેષ લેખ વાંચ્યો હતો અને સેનેટ બેઠકના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
સેનેટની બેઠકમાં ગેરસંસદીય વર્તન પર ચાન્સેલરે દુઃખ વ્યક્ત કર્યું
આજની બેઠકમાં યુનિવર્સિટીના મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા યુનિવર્સિટી નો એન્યુઅલ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી યુનિવર્સિટીની સમિતિની બેઠકમાં અન પાર્લામેન્ટરી બિહેવિયર ચલાવી ન શકાય સભામાંથી વોકઆઉટ કરવું એ તેમનો નિર્ણય હતો તેમની મરજી સભા છોડીને ગયા છે . -રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, ચાન્સેલર
પાલિકા યુનિ.ને સંપૂર્ણ મદદ કરવા તૈયાર : મેયર કેયુર રોકડિયા
મેયર કેયુર રોકડિયા જણાવ્યું હતું કે હતું કે વિશ્વવિખ્યાત યુનિ.ના વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પાણી કે સફાઈની કોઈ જરૂરિયાત હોય તો મહાનગર પાલિકા મદદ કરવા તત્પર છે સાથે જ વિદ્યાર્થીઓ માટે નવી સીટી બસ રૂટની જરૂર હોય તો તે પણ શરૂ કરાવવા તૈયારી દર્શાવી હતી.યુનિ.માં વિદ્યાર્થીઓને પાલિકા પ્રોજેક્ટ કામ કરવા માટે પણ જણાવ્યું હતું.
રાવતે શબ્દો પાછા ખેેંચતા મામલો થાળે પડ્યો
વીસીએ દરમિયાનગીરી કરીને તેમને છુટા પાડ્યા હતા. એક તબક્કે નરેન્દ્ર રાવતે પીછેહઠ કરી તેમના શબ્દો પાછા ખેંચતા મામલો થાળે પડ્યો હતો. ત્યાર બાદ નરેદ્ર રાવત દ્વારા યુનિ. ની જમીન મુદ્દે કરેલી કાર્યવાહી અંગે