સુરત: નર્મદા (Narmada) જિલ્લાના રાજપીપળામાં (Rajpipla) એક જ રાત્રિમાં તસ્કરો બે જુદી જુદી જગ્યાએથી ચંદનના (Sandalwood) ઝાડને (Tree) થડમાંથી કાપી ચોરી ગયા હતા.રાજપીપળા કરજણ કોલોની વિસ્તારમાં ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરની બહારથી આશરે ત્રીસ વર્ષ જૂનું ચંદનનું ઝાડ હતું. જે ગત રાત્રિના કેટલાક ચોરો કાપી ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત રાજપીપળા વિશ્વકર્મા મંદિર પાસે રહેણાક મકાનમાંથી એક 25 વર્ષ જૂનું ચંદનનું ઝાડ કાપી ચોરી કરી લઈ ગયા હતા. આમ રાજપીપળામાં ચંદન ચોર ગેંગ (Sandalwood Thief Gang) સક્રિય (Active) થઇ છે. જે પહેલા રેકી કરે છે અને ચંદનનું ઝાડ પરિપક્વ થયું હોય તે વિસ્તારને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિક કટર લઈને આવે છે.
- રાજપીપળા વિશ્વકર્મા મંદિર પાસે અને કરજણ કોલોનીમાં મંદિર પાસેથી ચંદનના ઝાડ કપાયાં
- મંદિરના પરિસરમાં 40 વર્ષ જૂનું ચંદનનું વૃક્ષ હતું
એક સાથે બે જગ્યાએ બની ઘટના
ગણતરીની મિનીટોમાં નીચે થડિયામાંથી કાપી ટેમ્પોમાં મૂકી ફરાર થઇ જાય છે. આવી ઘટના ગત રાત્રિના એક સાથે બે જગ્યાએ બની હતી. જો કે, આ બાબતે સ્થાનિકોએ ફરિયાદ કરતાં પોલીસ અને વન વિભાગ તપાસ કરી રહ્યો છે. આ બાબતે વડિયા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, મંદિરના પરિસરમાં 40 વર્ષ જૂનું ચંદનનું વૃક્ષ હતું. હું મંદિરે દર્શન કરવા ગયો ત્યારે આ બાબતની વાત પૂજારીએ કરી હતી. કોઈ જાણભેદુ જ હોવો જોઈએ.
અંકલેશ્વરની ICICI બેંકની સામે કારના કાચ તોડી 50 હજારના મુદ્દામાલની ચોરી
અંકલેશ્વર: અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ તરફથી પ્રતિન ચોકડી બાજુના માર્ગ ઉપર આઇ. સી.આઈ.સી.આઈ. બેંકની સામે પાર્ક કરેલી કારમાંથી કાચ તોડી ગઠિયા રોકડા અને લેપટોપ મળી કુલ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ગાર્ડન સિટીમાં રહેતા તુહીન રામનાથ લવાનીયા જી.આઈ.ડી.સી.માં આરતી કોનસ્ટ્રા કેમ કંપની ચલાવે છે. જેઓ ગુરુવારે 12 કલાકે પોતાની કાર લઈ કંપનીનું પેમેન્ટ આવ્યું હતું.
કાર બેંકની સામે પાર્ક કરી હતી
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ તરફથી પ્રતીન ચોકડી બાજુના માર્ગ ઉપર આઇ. સી.આઈ.સી.આઈ. બેંક ખાતે નાંખવા ગયા હતા. તે સમયે તેઓએ પોતાનું બ્રીફકેસ સાથે 25 હજાર રોકડા અને લેપટોપ કારમાં મૂકી કાર બેંકની સામે પાર્ક કરી હતી. જે ગાડીનો પાછળનો કાચ તોડી ગઠિયા બ્રીફકેસમાં રહેલા રોકડા 25 હજાર, દસ્તાવેજો અને લેપટોપ મળી કુલ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.