National

પુડુચેરીમાં CM નારાયણસામી વિશ્વાસમત ગુમાવ્યા પછી રાજીનામું આપ્યું, કોંગ્રેસ સરકાર પડી

વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો (floor test) સામનો કરતા પહેલા તેમની કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર પડી ભાંગ્યા બાદ પુડ્ડુચેરીના (Puducherry) મુખ્યમંત્રી વી નારાયણસામીએ (Chief Minister V Narayanasamy) રાજીનામું આપ્યુ છે. ટ્રસ્ટ વોટ (Vote of Trust) / વિશ્વાસમતમાં આજે મુખ્યમંત્રી વી નારાયણસામીના નેતૃત્વ હેછળની કોંગ્રેસ સરકાર ભાંગી પડી હતી. હાલમાં રાજ્યપાલ / લેફ્ટનન્ટ ગવર્નર તામિલિસાઈ સૌંદરરાજને કારભાર હાથમાં લીધો છે.

જણાવી દઇએ કે પુડુચેરીમાં તમિલનાડુ (Tamilnadu), કેરળ (Kerala), પશ્ચિમ બંગાળ (West Bengal) અને આસામની (Assam) સાથે એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાવાની છે. ટ્રસ્ટ વોટમાં હાર મળતા મુખ્યમંત્રી વી નારાયણસામીએ દોષનો ટોપલો ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદી (Lt Governor Kiran Bedi) અને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર નાંખી દીધો છે. જણાવી દઇએ કે જાન્યુઆરીમાં કોંગ્રેસ- DMK ગઠબંધનના છ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતુ. નોંધનીય છે કે પુડ્ડુચેરી વિધાનસભામાં 33 ધારાસભ્યો છે – 30 ચૂંટાયેલા, ત્રણ નિમાયેલા.

હાલમાં પ્રશ્ન એ છે કે શું આવનારી ચૂંટણી સુધી અહીં રાષ્ટ્રપતિશાસન (President Rule) આવશે કે કેમ? રાજકીય સંકટો વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી, પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. સ્થાનિક પ્રજામાં રાહુલ ગાંધી સામે રોષ હતો એવો વિડીયો વાયરલ થયો હતો. એ વૃદ્ધ મહિલાએ રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે શું તેઓ નિવાર વાવાઝોડા પછી રાજ્યની મુલાકાતે આવ્યા હતા? શું તે સમયે રાજ્યની મુલાકાત કરવાની તેમની ફરજ નહોતી? અહીં સરકારનો કાર્યકાળ 8 જૂને પૂરો થવાનો છે. મધ્યપ્રદેશ પછી પુડુચેરી પણ કોંગ્રેસના હાથમાઁથી નીકળી ગયુ છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને હટાવી દીધાં હતાં, તેમની જગ્યાએ તેલંગાણાના ગવર્નર ડો. તિમિલીસાઈ સુંદરરાજનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા હતા. બેદી ચાર વર્ષ રાજ્યના ઉપ-રાજ્યપાલ રહ્યાં હતાં. તેઓ રવિવારે દિલ્હી રવાના થઈ ગયાં હતાં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top