Charchapatra

નરાધમની હેવાનીયત

સચીનમાં 1 વર્ષ, 9 માસની માસૂમ બાળાને વેફર્સ ચોકલેટ આપવાના બહાને કપલેથા ગામે રહેતા, ઇસ્માઈલ ઉર્ફે સલિમ હજાત લઇ ગયો હતો. અને બાળકી સાથે દુષ્કર્મ આચરીને બળાત્કાર  કરીને સૃષ્ટિ વિરુદ્ધ કામ કરીને અત્યંત ક્રુતા પૂર્વક ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આ ધૃણાસ્પદ બનાવથી સનસનાટી મચી ગઈ છે. આ નરાધમે જે હેવાનીયત બતાવી છે તે ફિટકાર ને પાત્ર છે, આ નરાધમનો સચીને પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતાં 3 દિવસના, રિમાન્ડ આપ્યા હતા. આરોપીએ પોતાના ગુનાની કબુલાત કરીછે.

પરંતુ રિમાન્ડ દરમ્યાન પોલીસને સંતોષકારક જવાબ આપતો નથી. આથી પોલીસને પરસેવો પડાવી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે દિનપ્રતિદિન માસૂમ બાળા પર બળાત્કાર આચરીને તેની હત્યા કરવાના બનાવો – વધતા જાય છે. હાલમાં જ વેસુમાં બે વર્ષની બાળાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટ આઝીવન કેદની સજા ફટકારી છે. શું આવા હેવાનીયત ભર્યા રાક્ષસને ઘાતકી કૃત્ય કરતાં જરા-શરમ પણ નથી આવતી? આવા નરાધમો સમાજ માટે કલંકરૂપ છે. બળાત્કારીના કેસ કોઇવકીલે લડવા ન જોઈએ. કોર્ટે પણ ઝડપી ન્યાય આપીને ફાંસીથી વધુ ઘાતકી સજા ફટકારવી જોઈએ. આવા નરાધામો માટે દયાની ભાવનાને કોઇ અવકાશ નથી.
તરસાડા  – પ્રવિણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચર્ચાપત્રનો પડેલ પડઘો
અઠવાડિયા પહેલાં મેં નવસારીના લક્ષ્મણ હોલના ઝરુખા પર અને અન્ય સ્થળ પર પીપળા અને વડના મોટા વૃક્ષો ઉગ્યા હતા તે અંગે ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં ચર્ચાપત્ર લખ્યું હતું તેનો સુંદર પડઘો પડયો છે. આ અંગે નવસારીના સેવાભાવી ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશભાઇ વશીએ પોતે સહયોગ આપવાની તત્પરતા બતાવી અને નગરપાલિકાના અધિકારીને લેખિત જાણ કરી હતી. નવસારી વિજલપોર નગરપાલિકાએ આ વિષય અંગે તુરંત પગલાં ભર્યા અને એ વૃક્ષોને દૂર કર્યા અને હોલની જરૂરી સાફ સફાઇ કરાવી. આ ચર્ચાપત્રનો પડઘો પડેલો ગણાય. ‘ગુજરાતમિત્ર’ અને ચર્ચાપત્રની કોલમ સંભાળનારને આભારસહ અભિનંદન એક સારું કાર્ય થયાનો આનંદ પણ હું અનુભવું છું.
મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top