National

મધ્યપ્રદેશના ખંડવાના સાંસદ નંદકુમાર સિંહનું દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં નિધન, કોરોનાનો ચેપ લાગ્યો હતો.

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેમની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19 ચેપ લાગ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ લોકસભા સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

ખંડવાના સાંસદ અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણ છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં દાખલ હતા. 11 જાન્યુઆરીના રોજ કોરોના પોઝિટિવ હોવાથી તેઓ ભોપાલની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ ગંભીર હાલતને કારણે તેને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નંદકુમાર સિંહના નિધન બાદ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, ખંડવાના લોકસભાના સાંસદના નિધનથી હું દુ:ખી છું, સંસદની કાર્યવાહીમાં અને રાજ્યમાં પાર્ટીના સશક્તિકરણ માટે કરેલા પ્રયાસોમાં તેમના યોગદાનને યાદ કરીશું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે સાંસદના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં ટિ્‌વટ કર્યું હતું કે, નંદુ ભૈયાની વિદાય મારા માટે વ્યક્તિગત ખોટ છે. નંદુ ભૈયાએ પ્રદેશ પ્રમુખ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. નંદુ ભૈયાનો પાર્થિવ દેહ આજે તેમના ઘરે ગામ પહોંચશે. આવતીકાલે આપણે બધા તેમણે અંતિમ વિદાય આપીશું. હું તેમના ચરણોમાં માન આપું છું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top