નડિયાદ(Nadiyad): અમદાવાદ નજીકના નડિયાદના એક ગણેશ મંડળમાં ઉત્સવ (GaneshUtsav) શોક સમાન બની ગયો હતો. ગણેશ ચતુર્થીના (GaneshChaturthi) દિવસે જ મંડપમાં તાડપત્રી બાંધતી વખતે કરંટ (Current) લાગતા મંડળના 2 યુવકોના મોત નિપજ્યા હતા. આ દુ:ખદ ઘટનાને પગલે મંડળમાં સોંપો પડી ગયો હતો. જ્યાં શ્રીજીના આગમનની ઘડીઓ ગણાતી હતી ત્યાં ત્રણ યુવકોના મૃતદેહના વિદાયની ક્ષણ આવતા મંડળના સભ્યોના હૃદય પર કુઠરાઘાત થયો હતો.
નડિયાદમાં પીજ રોડ પર આવેલી ગીતાંજલિ ચોકડી નજીક સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું. અહીં મંડપમાં 3 યુવકો તાડપત્રી લગાવી રહ્યાં હતાં ત્યારે કરંટ લાગ્યો હતો. બે યુવકોના મોત થયા છે. ઘટનાને પગલે શહેરમાં માતમ છવાઈ ગયો હતો. યુવકોના પરિવાર પર આભ તૂટી પડ્યો હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ મંડપ પર શણગારનું કામ ચાલી રહ્યું હતું ત્યારે યુવકોને 11 કેવીના વાયર માથાના ભાગમાં અડી ગયો હતો, જેના પગલે કરંટ લાગ્યો હતો. 3 યુવાનો જમીન તરફ પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી બે યુવાનોના મોત નિપજ્યા છે. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. મરણજનાર અને ઈજાગ્રસ્ત તમામ લોકો મંડપ ડેકોરેશનની કામગીરીના વ્યવસાયમા જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આજે મુખ્યમંત્રી નડિયાદમાં 91 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
આજે 31 ઓગસ્ટને ગણેશ ચતુર્થીના શુભદિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરાની મુલાકાત લઇ કુલ રૂા. 91.14 કરોડના 73 કામોનું ખાતમુર્હૂત અને 7 કામોનું લોકાર્પણ કરવાના છે. મુખ્યમંત્રી રૂા. 14.07 કરોડના ખર્ચે બનેલ નવ નિર્મિત ખેડા જિલ્લા પંચાયત ભવન, રૂા. 3 કરોડના ખર્ચે રીસફેંસીગ ઓફ નડિયાદ બાયપાસ રોડ, સહિત કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ કામોના ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત ઠાસરા તાલુકામાં 62.82 કરોડના ખર્ચે 72 વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હૂત કરશે, જેમાં જુદા જુદા ગામના પંચાયતઘરા લોકાર્પણ માટે લાખ્ખો રૂપિયા ફાળવવામાં આવશે. ઠાસરામાં 62.82 લાખના ખર્ચે નિર્માણ પામનાર કુલ 69 રોડના કામોનું ખાતમુહૂર્ત, ગળતેશ્વરમાં કુલ 23.93 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 26 રોડનું ખાતમુહૂર્ત, ઠાસરા ખાતે કુલ 38.59 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 43 રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.