Dakshin Gujarat

નબીપુર-પાલેજ હાઈવે પર હોટલના પાર્કિંગમાં ટ્રકમાં સંતાડી હતી આ વસ્તુ, નેપાળી ડ્રાયવર પકડાયો

ભરૂચ: (Bharuch) ભરૂચ LCBએ નબીપુર-પાલેજ હાઇવે (Highway) પર હોટલના (Hotel) પાર્કિંગમાંથી નેપાળી ડ્રાઈવરને ટ્રકમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલા દારૂના રૂ. 12 લાખના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે 28.63 લાખના મુદ્દામાલ સાથે નેપાળી ડ્રાઈવરની ધરપકડ કરી છે.

  • નબીપુર-પાલેજ હાઈવેની હોટલના પાર્કિંગમાં ટ્રકમાંથી 12 લાખનો દારૂ ઝડપાયો
  • ભરૂચ એલસીબી પોલીસની કાર્યવાહી, પ્લાસ્ટિકના બારદાનની આડમાં દારૂ છુપાવ્યો હતો
  • રૂ. 28.63 લાખના મુદ્દામાલ સાથે નેપાળી ડ્રાઈવરની ધરપકડ

નબીપુરથી પાલેજ વચ્ચે LCB પહોંચી ત્યારે રિલીફ હોટલના પાર્કિંગમાં કેટલીક ટ્રકો ઉભી હતી. જે પૈકી એક ટ્રક ડ્રાઇવરની હિલચાલ PSI પી.એમ.વાળાને શંકાસ્પદ લાગતાં તાડપત્રી ઢાંકેલી ટ્રકની તલાશી લેતા તેમાં પ્લાસ્ટિકના બારદાન મળી આવ્યા હતા. જેને હટાવી પાછળ જોતા ૩૮૮ બોક્સ, ૮૨૨૨ બોટલો કિંમત રૂ. ૧૧,૯૮,૯૮૦/-નો દારૂ સાથે પ્લાસ્ટિકના ૧૦૦ બારદાન કિંમત રૂ. ૬,૫૮,૮૪૪/- અંગજડતીમાં રૂ.૧૦૫૦/-, એક મોબાઇલ રૂ.૩૦૦૦/-, લગાવેલી તાડપત્રી રૂ.૨૦૦૦/-,રૂ.૧૦ લાખની ટ્રક મળીને કુલ રૂ.૨૮,૬૩,૮૭૪/-નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે તે કબ્જે કર્યો હતો.

પોલીસે ટ્રક ડ્રાઈવર નેપાળના લૂમબીનીના બ્રિસપતિ ખેમાનંદ ચપાગૈનની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી નેપાળ તેમજ કતારનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું છે. દારૂની પેટીઓ ક્યાંથી લાવ્યો, કોણે ભરાવી આપી અને કોને ડિલિવરી કરવાની હતી તે અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સોનગઢ માંડળ ટોલનાકા નજીક દવાની આડમાં લવાયેલા 12 લાખના દારૂ સાથે બે ઝડપાયા
વ્યારા: મહારાષ્ટ્રના નવાપુરથી સાંઇ પ્રગતી રોડ કેરીયર લખેલ આઇસર ટેમ્પો નં. એમએચ ૦૫ ડીકે ૦૬૪૨માં બે ઇસમો મહારાષ્ટ્ર તરફથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સોનગઢ થઈ કડોદરા તરફ જનાર છે તેવી બાતમીનાં આધારે માંડળ ટોલનાકા ખાતે એલસીબીએ વોચ ગોઠવતા આર્યુવેદીક દવાની બીલ્ટીની આડમાં દારૂની ટેમ્પામાં હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાઇ ગયા હતા. ટેમ્પો ડ્રાઇવર ધનરાજ નિમ્બા કુંવરએ ટેમ્પોમાં આર્યુવેદિક દવાનો જથ્થો ભરેલ હોવાનું જણાવ્યું હતું, જો કે દરવાજા ખોલી જોતા દારૂ મળી આવતાં ધનરાજ નિમ્બા કુંવર (ઉ.વ.૨૯) તથા દિલીપ નામદેવ બોરસે, (ઉ.વ.૨૫) (બંને રહે.કોલીવાડા, કલસાડીગામ, તા.શહાદા, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)ની પોલીસે અટક કરી છે. આઇસર ટેમ્પો સહિત કુલ્લે રૂ. ૧૨,૮૪,૨૦૦નો મુદ્દામાલ પકડી અન્ય ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

Most Popular

To Top