Charchapatra

ના સમજે વો અનાડી હૈ

ફિલ્મના ગીતની લાીઇન છે પરંતુ આજના યુવાનોને એકદમ બંધબેસતી છે. આઝાદી મળ્યાને 73 વર્ષ થઇ ગયા. આઝાદી મળ્યા પછી ભારતે વિશ્વના દેશોની બરાબરી કરવા માંડી અને ભારત મંગળગ્રહ સુધી પહોંચી ગયુ. પરંતુ સાથે જ લાખોના ખર્ચ કરી લીધેલા ઉચ્ચશિક્ષણની સમક્ષક નોકરીમાં પગાર ધોરણ ન હોવાથી મોટા ભાગના યુવાનો વિદેશ ગમન કરી ત્યાં જ સ્થાયી થઇ ગયા. ભારત સરકાર આ યુવાનોને દેશમાં જાળવી ન શકી. ખાનગી સંસ્થાઓમાં પગાર ધોરણ ઘણુ ઓછુ હોય છે.

ઘણું બધું પરિવર્તન આવી ગયું. છતાં આપણા યુવાનો સમજતા નથી કે હવે તે બધી જૂની રીત રસમો બદલવી જોઇએ. વરઘોડા, જમણવાર, ઉત્સવો પાછળ ખર્ચ કરી નાણાની બરબાદી ન કરવી જોઇએ. કુદરતે વિશ્વમાં એક મોટી મહામારી કોરોના બિમારી લાવીને મૂકી દીધી કે તેમાં ફરજિયાત બધુ બંધ કરી દેવુ પડ્યુ. કુદરતે પ્રજાને લપડકા આપી છે. કેટલા બધાં અન્નકૂટો બંધ થઇ ગયા. જે સમજદાર યુવાનો છે તેમણે બધી જુનવાણી પ્રથા લોકડાઉન ઉઠી ગયા પછી અપનાવી ચાલુ રાખી છે. જોકે એમાં ટકાવારી ઘણી ઓછી છે.

બાકી તો લોકડાઉન ઉઠ્યા પછી ઘણા બધા પોતાની જાત ના સમજે….. બતાવવા ઉત્સવો ઉજવવા માંડ્યા. સરકાર પાસે લગભગ વગાળીને પણ ઉત્સવો ઉજવવાની પરવાની મેળવી લીધી. લગ્નમાં બ્રાહ્મણ કહે છે કે સમય વર્તે સાવધાન પરંતુ આપણા યુવાનો સમયને ઓળખીને સાવધાન થતા નથી. જુનવાની પ્રથાની દહેજની પ્રથા હજી કાઢી શક્યા નથી. દેશમા આપઘાત, છુટાછેટા વગેરે તો વધતાં જ જાય છે. ભારતનાં યુવાનોને કોણ સમજ આપશે. કોઇ સાધુ-સંતો પણ સમજાવનાર નથી. છે તેનાથી એક બે ટકા યુવાનો જ સમજી શકયા છે. ચાલવા દો અનાડીઓથી ભરેલા દેશ એમને એમ ચાલવા દો.
પોંડીચેરીઢ         – ડો. કે.ટી. સોની -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top