નવી દિલ્હી: છત્તીસગઢની (Chhattisgarh) રાજધાની રાયપુરમાં (Raipur) ચાલી રહેલાં કોંગ્રેસના (Congress) 85માં મહાસત્રમાં પાર્ટીની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) રાજનીતિમાંથી સંન્યાસનો સંકેત આપ્યો છે. સોનિયા ગાંધીએ આજે સંબોધનમાં કહ્યું કે ભારત જોડો યાત્રા સાથે મારો કાર્યકાળ પૂરો થઈ શકે છે. આ સાથે જ સોનિયા ગાંધીએ ભાજપ સપકાર પર પ્રહાર કર્યા હતા.
પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધઈીએ સંબોધન દરમિયાન પહેલીવાર પાર્ટી અધ્યક્ષની ખુરશી સંભાળવાથી લઈને અત્યા સુધી પોતાના ઉતાર-ચઢાવ અંગે વાત કરી છે. તેમણે કહ્યું કે જ્યારથી પાર્ટી અધ્યક્ષ બની ત્યારથી લઈને આજ સુધી એટલે કે છેલ્લાં 25 વર્ષોમાં અનેક સારા અને ખરાબ અનુભવ થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે તે ભારત જોડો યાત્રા સાથે મારો સમયગાળો પૂર્ણ થઈ શકે છે. આ પાર્ટી માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક છે.
સોનિયા રાજકીય સંન્યાસના સંકેત આપ્યા
સોનિયા ગાંધીએ પોતાના રાજકીય સંન્યાસના સંકેત આપતા કહ્યું કે તેમની રાજકીય ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થઇ શકે છે. યુપીએ અધ્યક્ષે કહ્યું, “2004 અને 2009માં પાર્ટીનું પરફોર્મન્સ હોય કે પછી મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવાનો મારો નિર્ણય તે વ્યક્તિગત રીતે મારા માટે સંતોષજનક રહ્યો છે. તેના માટે પાર્ટી કાર્યકર્તાઓનો મને સંપૂર્ણ સહયોગ મળ્યો. અને જે વાતથી મને વધારે સંતુષ્ટિ છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થયો, જે સાબિત થયું. કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ છે.”
ભાજપ પર કર્યા પ્રહાર
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર બંધારણીય મૂલ્યોને કચડી રહી છે અને બંધારણીય સંસ્થાઓ આરએસએસ-ભાજપના નિયંત્રણમાં છે. સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું. અમે વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં સારી સરકાર આપી હતી. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજનો સમય દેશ અને કોંગ્રેસ માટે પડકારજનક છે. દલિતો, લઘુમતીઓ, મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને સમર્થન આપી રહી છે.
કોંગ્રેસ દેશના હિત માટે લડશેઃ સોનિયા
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા સફળ રહી છે. રાહુલ ગાંધીએ મુશ્કેલ પ્રવાસને શક્ય બનાવ્યો હતો. તેણે લોકો સાથે કોંગ્રેસને જોડી ફરી કોંગ્રેસને જીવંત કર્યું છે. કોંગ્રેસે મન બનાવી લીધું છે કે તે દેશને બચાવવા માટે લડશે. કોંગ્રેસ દેશના હિત માટે લડશે. મજબૂત કાર્યકરો કોંગ્રેસની તાકાત છે. આપણે શિસ્ત સાથે કામ કરવાની જરૂર છે. અમારે અમારો સંદેશ જનતા સુધી પહોંચાડવાનો છે. સોનિયાએ અપીલ કરી છે કે વ્યક્તિગત હિતોને બાજુ પર રાખીને બલિદાનની જરૂર છે. પાર્ટીની જીત દેશની જીત હશે અને અમે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સફળ થઈશું.
ભાજપ સરકારનો ડીએનએ ગરીબ વિરોધી છેઃ ખડગે
સોનિયા ગાંધી પહેલા સંમેલનને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ભારત સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આજે દેશને એક નવા આંદોલનની જરૂર છે. ‘સેવા, સંઘર્ષ અને બલિદાન પ્રથમ ભારત’, આ અમારું સૂત્ર હશે.
ભાજપ પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે નફરતના કારણે દેશનું વાતાવરણ બગડ્યું છે. આ સંમેલનને રોકવા માટે ભાજપે અહીં ED પર દરોડા પાડ્યા, અમારા લોકોની ધરપકડ કરી. દેશના લોકતંત્રને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીનો આભાર માનતા ખડગેએ કહ્યું કે તેમણે અમને નવી ઉમ્મીદ આપી, રાહુલજીએ અશક્યને શક્ય બનાવ્યું છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મને એ કહેવામાં સંકોચ નથી કે દિલ્હીમાં બેઠેલી સરકારનો ડીએનએ ગરીબ વિરોધી છે.
હવે CWCમાં 35 સભ્યો હશે
તે જ સમયે કોંગ્રેસે તેના બંધારણમાં કેટલાક સુધારા કર્યા છે. જે બાદ હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં 35 સભ્યો હશે, જેમાંથી 50% મહિલાઓ, OBC, લઘુમતીઓ હશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, સાંસદ, પૂર્વ વડાપ્રધાન સીઈસીનો ભાગ હશે. અગાઉ CWCમાં 23 સભ્યો હતા. આ સિવાય 50 ટકા પોસ્ટ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવશે. આ સિવાય હવે કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા માત્ર ડિજિટલ રીતે જ ઉપલબ્ધ થશે. બૂથ પર ફોકસ રહેશે. ટ્રાન્સજેન્ડર્સને પાર્ટીમાં સ્થાન મળશે અને ફોર્મ પર માતા અને પત્ની માટે એક કોલમ હશે.