શેકસપિયર કહી ગયા કે નામ મે કયા રખા હે. ભલા માણસ તે જમાનાની ખબર નહીં પણ નામના સ્પેલીંગ માત્રમાં ફેર હોય તો નામ બદલાય જાય અને વ્યકિત પણ. ખેર! મૂળ વાત એ કરવાની કે હમણા ઇન્ડિયાના નામનું સાચુ અર્થઘટન સોશિયલમીડિયા પર ફરે છે તેનો અર્થ ઓક્ષફર્ડ યુનિ.ના પાના 789 પર ઇન્ડિયાનો મતલબ એવો લખ્યો છે કે old fashioned and crirninal peoples એટલે કે પછાત અને ઘસાયેલા પીટાયેલાવિચારોવાળા અપરાધીઓ લોકોનો દેશ. ભારત માતાના 70 વર્ષ જૂના દિકરા/દિકરી (જો હોય તો)ઓને આ ઇન્ડિયાના અર્થઘટનની ખબર જ ન પડી??!!
છાસવારે ગાંધી બાપુ, જવાહરલાલ નહેરૂ, ઇન્દિરાજીને ઉંચકીને ચાલનારભકતોને પણ કંઇ ખબર જ પડી કે નહીં કે ઇન્ડિયા એટલે શું?! અંધ કોણ? તેનો આ ઉદાહરણ પૂરતું નથી? 70 વર્ષ જૂના ભકતો કે 10 વર્ષ જૂના ભકતો? જેનામાં દેશભકિત છે, દેશપ્રેમ છે, દેશ માટે કઇ કરી છૂટવાની ધગશ છે તેઓ તો જયારથી ઇન્ડિયાનો અર્થ જાણ્યો ત્યારથી જ કહી રહ્યા છે કે પહેલા ઇન્ડિયા શબ્દ ભારતમાંથી કાઢો, તેના માટે જે ખર્ચ કરવો પડે કે કરો, કારણ કે આ ભારતવાસીઓને શર્મનાક કરે તેવા શબ્દને તિલાંજલી આપવા માટે જે કરવું હોય તે આજની સરકારે કરી છૂટવું જોઇએ.
આપણા દેશ પર જે અત્યાચારીઓ રાજ કરી ગયા તેઓ તેમની છાપ એટલી જડબેસલાક મુકી ગયા છે કે તેના મૂળીયા ઉખાડતા હજુ વર્ષો લાગશે અને આવનાર દિવસોમાં સાચા દેશપ્રેમીઓ તેમની એકતાનું પ્રદર્શન નહીં કરશે તો દેશપ્રેમીઓના નામ ઇતિહાસમાં પણ નહીં રહેશે. સમય પાસુ ફેરવે છે ત્યારે બેલેન્સ બનાવવું જરૂરી છે, આપણે કોઇ છોકરા છોકરીને નામ પૂછીએ પછી પૂછીએ છીએ કે તારા નામનો અર્થ શું? તો ઇન્ડિયાના નામનો અર્થ શર્મજનક રીતે સામે આવ્યો છે. ઇન્ડિયા નામને બદલવાનો વિચાર કોઇને કેમ ન આવ્યો? અત્યાર સુધીના શાષકોએ કેમ ન વિચાર્યું? આ ઇન્ડિયા નહીં ભારત છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
મધુર વ્યસન છે, ગુજરાતમિત્ર દૈનિક
વર્ષોથી ગુજરાતમિત્ર વાંચું છું. પિયરમાં હતાં ત્યારથી, બીજા પેપરની ખાસ તો જાણ પણ ન હતી. બચપન હતું ને પણ સુરત આવ્યા પરણીને તો અંહી પણ ગુ. મિત્રજ વંચાતુ હતું. ખૂબ જ આનંદ થયેલો જાણે મારું પિયર! આજે ગુજરાત મિત્ર દૈનિક પત્રને ૧૬૧મું વર્ષ બેઠું છે. ખૂબ અભિનંદન સૂર્યપુત્રી તાપી નદીના કિનારાનું સૌથી જુનું દૈનિકપત્ર તાપી માતા આશીર્વાદ આપી રહ્યાં છે. સૌ વાચકો ગુમિત્રને વાંચી. વાંચી આનંદિત છે.
જ્ઞાનનો સાગર છે તો અનેક ઉપયોગી કોલમોનો મહિસાગર છે. આજે ૨૪ વર્ષથી હું ગુમિત્ર સાથે સંલગ્ન છું. ચર્ચાપત્રોથી શરૂઆત કરેલી તે કવિતાઓ લેખો, સ્પર્ધાઓ વગેરે લખી લખી મારી પિપાસા બૂઝાવી છે. આત્મ રાંતોષ પણ આ દૈનિક પત્રએ આપ્યો છે. અને સ્પર્ધામાં વિજેતા બનાવી પુરસ્કૃત પણ કરી છે. જીવનનો આનંદ ખૂબ ખૂબ આપ્યો છે. મારી અભિલાષા પૂર્ણ કરી છે. મોટા મોટા સાહિત્યકારો સાથે સંવાદ પણ કર્યા છે.ગુ.મિત્રનો આ પ્રભાવ છે. કેમ ભૂલી શકાય આ જ્ઞાનભરી વાતોને આ અમૂલ્ય ઘડીને ગુ. મિત્રના ૧૬૧માં વર્ષ પ્રવેશ માટે ખૂબ ખૂબ શુભેચ્છા.
સુરત – જ્યા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે