નવી દિલ્હી: જો તમે એવું વિચારી રહ્યા હોવ કે નાના બાળકના(child) હાથમાં મોબાઈલ(mobile) પકડવાથી તમે બાળક પર ધ્યાન આપવાની ઝંઝટથી બચી જશો, તો તમને જણાવી દઈએ કે તમારી આ આદત(habit) બાળકના વિકાસ(child development) માટે ખૂબ જ ઘાતક(danger) છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૈનિક પ્રવૃત્તિઓ(daily tasks) અને સ્ક્રીન પર વિતાવેલ સમય(time spent on screen) નાના બાળકોના વિકાસ પર નોંધપાત્ર અસર(impact) કરે છે.
તાજેતરના અભ્યાસથી સામે આવ્યા આ તારણો…
તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 24 મહિનાના બાળકો, જેઓ દરરોજ મોબાઈલ અથવા ટીવી પર 60 મિનિટથી ઓછો સમય વિતાવે છે અને જેઓ દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટ સુધી શારીરિક રીતે સક્રિય રહે છે, તે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય, જે બાળકો સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે તેના શારીરિક વિકાસ કરતાં સારો થાય છે.
શારીરિક પ્રવૃત્તિની સ્વાથ્ય પર થાય છે સારી અસર
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે બાળકો આખા દિવસમાં ઓછામાં ઓછા એક કલાક સુધી શારીરિક પ્રવૃત્તિમાં સામેલ હતા, તેમની યાદશક્તિ અન્ય કરતા વધુ સારી હોય છે. જોકે તેમના વજનના વધવા કે ઘટવા સાથે કોઈ આને કોઈ લેવાદેવા નથી. આ પરથી, એવું કહી શકાય કે બાળકના વધુ સારા વિકાસ માટે, તેને વધુને વધુ શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું કહેવુ જોઈએ અને બને તેટલું સ્ક્રીનથી દૂર રાખવું જોઈએ.
મોબાઇલ ટી.વીની બાળકો પર માઠી અસર
જે બાળકો મોબાઈલ, લેપટોપ પર દિવસમાં એક કલાકથી ઓછો સમય વિતાવે છે, તેઓ વધુ ફોન જોનારા બાળકો કરતાં વધુ સારું પ્રદર્શન અને સિદ્ધિઓ હાંસલ કરવામાં સક્ષમ છે. અમેરીકન સંસ્થાના અનુસાર, બાળકોની યાદ શક્તિ, યોજના બનાવવાની કુશળતા, ધ્યાન આપવાની શક્તિ, કાર્યો અને વર્તન વચ્ચે સ્વિચ કરવાની ક્ષમતા પર તેની નોંધપાત્ર અસર પડે છે.
બાળકોને આ રીતે સ્ક્રીનથી દૂર રાખો
બને ત્યાં સુધી બાળક સાથે સમય વિતાવો અને મોબાઈલનો ઉપયોગ ન કરો. ઘરના નાના-નાના કામમાં બાળકોની મદદ લો તેનાથી બાળક સ્વતંત્ર બનશે. મોબાઈલને બદલે બાળકને પેઇન્ટિંગ, ડાન્સ, મ્યુઝિક વગેરેમાં વ્યસ્ત રાખો. ફોનમાં પાસવર્ડ રાખો જેથી તેઓ પોતાની મરજીથી ફોનનો ઉપયોગ ન કરી શકે. બાળકને બહાર લઈ જાઓ અને તેમની સાથે પાર્કમાં રમો. તમે ઘરમાં પાળતુ પ્રાણી રાખી શકો છો.