SURAT

1200 હિન્દુ મૃતકોની આત્માના મોક્ષ માટે સુરતના મુસ્લિમો અસ્થિ લઈ હરિદ્વાર ગયા

સુરત: વર્ષ 2020-21 દરમિયાન સુરત (Surat) શહેરમાં કોરોના (Corona) મહામારીના લીધે સૈંકડો લોકોના મોત થયા હતા. આ મહામારીમાં મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ પણ તેમના પરિવારજનો જોવા પામ્યા નહોતા. કેટલાંય મૃતકો લાવારીસની જેમ મૃત્યુ પામ્યા હતા. તે વિકટ સમયમાં શહેરની એકતા ટ્રસ્ટની કામગીરી સરાહનીય રહી હતી. ન્યાત-જાત, ધર્મ અને પોતાના જીવની પણ પરવાહ કર્યા વિના મુસ્લિમ સ્વયંસેવકોએ સૈંકડો હિન્દુ-મુસ્લિમોના મૃતદેહના તેઓના ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા. તે સમયે એકતા ટ્રસ્ટ દ્વારા હિન્દુ મૃતકોના અસ્થિ સાચવવામાં આવ્યા હતા. આ અસ્થિને હવે હરિદ્વાર ખાતે વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે આ અસ્થિ યાત્રા સુરત એકતા ટ્રસ્ટના મુસ્લિમ સ્વંયસેવકો દ્વારા કાઢવામાં આવી છે.

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મૃત્યુ થયા ગયા બાદ ઉત્તર ક્રિયાઓ કરવામાં આવતી હોય છે. જેમાં મૃતદેહને અંતિમ દાહ આપ્યા બાદ ત્યારબાદ તેની અસ્થિ વિસર્જન માટેની કર્મકાંડની માન્યતાઓ છે. સુરતમાં કોરોના કાળ દરમિયાન ઘણા પરિવારે પોતાના સ્વજનોની અસ્થિ વિસર્જન એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

સુરત શહેર એકતા ટ્રસ્ટ દ્વારા માનવ લાશોની વિસર્જન યાત્રા રૂપે એટલે કે અસ્થિ વિસર્જન યાત્રા આજે સુરતથી હરિદ્વાર જવા રવાના થઈ હતી. આ યાત્રામાં એકતા ટ્રસ્ટના પ્રમુખ સહિત નવ વ્યક્તિઓ લગભગ 1200થી પણ વધુ મૃતકોના અસ્થિ લઇ એકતા ટ્રસ્ટના પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાનમાં રવાના થયા હતા. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં અસ્થિ વિસર્જન કરવામાં આવતી હોય છે. વર્ષ દરમિયાન જેટલી પણ બિનવારસી મૃતદેહો મળ્યા હોય તેને ડિસેમ્બર મહિનામાં અંતિમવિધિ પૂર્ણ કરીને હિન્દુ વિધિ વિધાન પૂર્વક ક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.

એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીના જણાવ્યા અનુસાર સુરતથી હરીદ્વાર જ્યાં બિનવાસી મૃતકોના અસ્થિનું વિસર્જન કરાશે તેમજ રિટર્નમાં રાજસ્થાનના પુસ્કરમાં પૂજા અર્ચના કરવામાં આવશે. જે અસ્થિ યાત્રા જઈ રહી છે.તેનો ખર્ચો સુરતના દાનવીર લોકો ઉઠાવી રહ્યા છે. જેમાં પેટ્રોલ ડીઝલ તેમજ અને આર્થિક પણ મદદ કરી હોવાનું અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું. એકતા ટ્રસ્ટ પાછલા ૩૫ આ વર્ષથી સુરત શહેરમાં સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે કોરોના કાળ વખતે પણ એકતા ટ્રસ્ટ દ્વારા અને કાર્યો કરી માનવતા મહેકાવી હતી. એકતા ટ્રસ્ટમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજના લોકો ભેગા મળીને આ સેવા કીય કાર્યો કરી રહ્યા છે.

Most Popular

To Top