SURAT

મોટા વરાછાની પરિણીતાને ઉપાડી જઈ વિધર્મીએ દુષ્કર્મ કર્યું

સુરત (Surat) : મોટા વરાછા ખાતે રહેતી પરિણીતાને (Married Women) મોરબીમાં (Morbi) રહેતો તેના વિધર્મી પતિએ તેના પિતાને મારી નાખવાની ધમકી (Threaten) આપી મળવા બોલાવી હતી. બાદમાં તેને રીક્ષામાં બેસાડી ટ્રાવેલ્સમાં બહાર ગામ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. પરિણીતાએ સુરત આવીને તેના હાલના પતિને જાણ કરતા અમરોલી પોલીસ સ્ટેશનમાં પહેલા વિધર્મી પતિની સામે દુષ્કર્મની ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.

  • મોટા વરાછાની પરિણીતા સાથે પહેલા વિધર્મી પતિએ અમદાવાદ, અજમેર લઈ જઈ ઘમકી આપી બળાત્કાર ગુજાર્યો
  • વિધર્મી સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીના એક મહિના પહેલા જ છુટાછેડા થયા હતા
  • પરિણીતાને સુરતથી દોઢ વર્ષના બાળક સાથે લઈ ગયો, પરિણીતાના પતિએ મીસીંગ ફરિયાદ નોંધાવી હતી

શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતા હાલ તેના બીજા પતિ સાથે રહે છે. તેને મોરબી ખાતે રહેતા કરીમ સાથે પ્રેમલગ્ન (Love Marriage ) કર્યા હતા. અને એકાદ મહિના પહેલા તેની સાથે છુટાછેડા (Divorce) લીધા હતા. તેના છુટાછેડા લીધા બાદ ગત 20 જુલાઈએ તેના પહેલા પતિ કરીમ હનીફભાઇ કાજડીયા (રહે.કાલીકા પ્લોટ, મોરબી) એ તેને ફોન કરી તેના પિતાને મારી નાખવાની ધમકી આપી સાથે આવવા દબાણ કર્યું હતું.

કરીમે પરિણીતાના ઘર નજીક આવીને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ કોલ કર્યો હતો. અને તેનો ફોટા સાસરી પક્ષનાને બતાવવાનું તેમજ સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી ઘરના સોસાયટીના ગેટ પાસે તેને મળવા બોલાવી હતી. પરિણીતાના દોઢ વર્ષના દીકરા સાથે રીક્ષામાં બેસાડી ટ્રાવેલ્સમાં અમદાવાદ લઈ ગયો હતો. બાદમાં અમદાવાદ અને અજમેર સહિત અલગ અલગ જગ્યાએ હોટલમાં તથા બીજા શહેરમાં ગેસ્ટ હાઉસમાં પરિણીતાની સાથે જબરદસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. અને પરિણીતાના પતિ સાથે છુટા છેડા લેવા ધમકાવી હતી.

જો છુટાછેડા નહીં લે તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. અને આ બાબતે કોઈને જાણ કરી તો પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન પરિણીતાના પતિએ તેની પત્નીની મીસીંગની ફરિયાદ આપી હતી. જોકે બાદમાં પરિણીતા સુરતમાં આવ્યા બાદ તેના પતિને જાણ કરતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top