નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former PM Imran Khan) પર હુમલો (Attack) કરનાર વ્યક્તિનો કબૂલાતનો વીડિયો વાયરલ (Video viral) થઈ રહ્યો છે. હુમવો કરનાર વ્યક્તિનું નામ છે ફૈઝલ ભટ્ટ છે. એવું કહેવાય છે કે તેણે ઈમરાન ખાન પર આ હુમલો એટલા માટે કર્યો હતો કારણ કે પીટીઆઈ આઝાદી માર્ચ દરમિયાન મોટા અવાજમાં ગીતો વગાડવામાં આવી રહ્યા હતા અને આ DJ અઝાનમાં સમયે ખલેલ પહોંચાડી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે ગુરુવારે એટલે કે 3 નવેમ્બરના રોજ પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાન પર પાકિસ્તાનના ગુજરાનવાલામાં અલ્લાહવાલા ચોકમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે ઈમરાનની સ્વતંત્રતા કૂચનો કાફલો ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યારબાદ આરોપી ફૈઝલ ભટ્ટે ઈમરાન ખાન પર ફાયરિંગ કર્યું હતું. જોકે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધો હતો.
ઈમરાનના પગમાં ગોળી વાગી
હુમલોખોરે બંદૂક બહાર કાઢી અને ફાયરિંગ કરવાની કોશિશ કરી ત્યારે એક વ્યક્તિએ તેને ફાયરિંગ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આ આરોપી ફાયરિંગ કરી ચૂક્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર આ હુમલામાં ઈમરાનને પગમાં ગોળી વાગી હતી. આ પછી તેમના સુરક્ષાકર્મીઓ તેમને તેમની સુરક્ષામાં લઈ ગયા હતા.
અઝાનના સમયે DJ વાગતા…
ઈમરાન પર હુમલો કરનાર વ્યક્તિએ પોતાના કબૂલાતમાં જે કહ્યું છે તે ઘણું વિચિત્ર છે. તેમણે કહ્યું છે કે અઝાન હતી, અહીં આ લોકો DAC (ઓડિયો સિસ્ટમ) લગાવીને અવાજ કરી રહ્યા હતા, આ વાત મારા મનને સારી ન લાગી હતી. પછી નક્કી કર્યું કે હવે મારે ઈમરાનને છોડવું નથી. આ સિવાય ફૈઝલ ભટ્ટે એમ પણ કહ્યું કે ઈમરાન ખાન લોકોને ગેરમાર્ગે દોરે છે અને મેં તેને મારવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, ફૈઝલનું આ નિવેદન પાકિસ્તાનની કોર્ટમાં ક્યાં સુધી ટકી રહે છે તે કહેવું ઘણું મુશ્કેલ છે. પરંતુ જો આ વ્યક્તિએ ઈમરાન પર માત્ર એટલા માટે હુમલો કર્યો છે કારણ કે તેની રેલીનો અવાજ અઝાનને ખલેલ પહોંચાડી રહ્યો હતો, તો તે દર્શાવે છે કે પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરતા ક્યાં સુધી પહોંચી ગઈ છે. બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે આ નિવેદન સુનિયોજિત કરવામાં આવ્યું હોઈ શકે છે અને સાચા હુમલાખોરને બચાવવા અને આ કેસની તપાસને વાળવા માટે આ નિવેદન હુમલાખોરે આપ્યું હોઈ શકે છે. જેથી કરીને આ હુમલાના અસલી ગુનેગારો બહાર ન આવી શકે.
તોશખાના કેસમાં ઈમરાન ખાન દોષી સાબિત થયા છે
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાન વિરુદ્ધ મોટો નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયમાં, તેણે નિયમો વિરુદ્ધ વિદેશ પ્રવાસ દરમિયાન મળેલી ભેટ વેચવી અને તેમાંથી નફો મેળવવો પડ્યો. આ નિર્ણય બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું હતું કે હવે ઈમરાન ખાનની સંસદની સદસ્યતા પણ રદ કરવામાં આવશે. અને તે આગામી પાંચ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.
ઇમરાને આ નિર્ણયને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો અને જાહેરાત કરી હતી કે તે દેશમાં વહેલી સામાન્ય ચૂંટણીની માંગ કરવા માટે જનતાની વચ્ચે જશે અને સ્વતંત્રતા કૂચ કરશે. ઈમરાને 28 ઓક્ટોબરે લાહોરથી આ કૂચ શરૂ કરી હતી. ગુરુવારે આ માર્ચનો છઠ્ઠો દિવસ હતો, જેમાં ઈમરાન ખાન પંજાબ પ્રાંતના વજીરાબાદથી પસાર થવાના હતા. ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.