લતાદીદીએ આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Hospital) અંતિમ શ્વાસ લીધા હતાં. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવ્યો છે. લતાજીનો પાર્થિવ દેહ બપોરે 12:30 વાગ્યે પ્રભુકુંજ સ્થિત ઘરે લઈ જવામાં આવશે. BMCના પીઆરઓ તાનાજી કાંબલેએ જણાવ્યું કે લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત સ્મશાનગૃહમાં સાંજે 6:30 વાગ્યે કરવામાં આવશે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતાદીદીને શ્રધ્ધાંજલિ આપવા મુંબઈ પહોંચશે.
મળતી માહિતી મુજબ તેઓનું પર્થિવ શરીર હાલ પણ બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં છે. લતાદીદીનો પરિવાર પણ હાલ હોસ્પિટલમાં છે. ઉદ્ઘવ ઠાકરે તેમજ આદિત્ય ઠાકરે પણ તેઓને શ્રધ્ધાંજલિ આપવા તેઓના નિવાસ પ્રભુકુંજ સ્થાને પહોંચશે. શિવાજી પાર્ક સ્થિત સ્મશાનગૃહની વાત કરીએ તો વર્ષ 2012માં બાળા સાહેબ ઠાકરેનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં ત્યારબાદ હવે લતાદીદીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સચિન તેંડુલકર, જાવેદ અખતર, અમિતાભ બચ્ચન તેમજ બીજી ધણી મોટી હસ્તીઓ તેઓને શ્રધ્ધાંજલિ અપવા માટે તેઓના નિવાસસ્થાને પહોંચશે.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ તેઓના ચાહકો માટે દીદીના અંતિમદર્શન માટે પણ તૈયારી કરવામાં આવી છે. શિવાજી પાર્ક સ્થિત સ્મશાનગૃૃહ કે જયાં તેઓની અંતિમક્રિયા કરવામાં આવવાની છે ત્યાં એક સ્ટેજ બનાવવામાં આવશે જેના ઉપર તેઓના પાર્થિવ શરીરને મૂકવામાં આવશે અને ચાહકો તેઓના દર્શન કરી શકશે. ત્યારબાદ તે જ જગ્યા તેઓને અગ્નિદાહ આપવામાં આવશે. અંતિમક્રિયા દરમ્યાન કોરોનાના પ્રોટોકોલનું પાલન પણ ચૂસ્ત રીતે કરવામાં આવે તેનું પણ ઘ્યાન રાખવામાં આવશે.