SURAT

શહેરમાં ફરી ગેંગવોર શરૂ : વેડરોડ પર યુવકને સામાન્ય બોલાચાલીમાં ચપ્પુના ઘા ઝીંકી પતાવી દેવાયો

શહેરના વેડરોડ ખાતે રહેતા યુવકને સામાન્ય બોલાચાલી બાદ સુર્યા મરાઠી ગેંગના સાગરીતોએ છાતીમાં અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વેડરોડ ખાતે ત્રિવેણી સોસાયટીમાં રહેતો 24 વર્ષીય પરેશ સંજય ઉમરારે હીરાની કંપનીમાં કામ કરતો હતો. છેલ્લા 6 મહિનાથી બેકાર હોવાથી ઘરે જ હતો. આજે બપોરે તે સોસાયટીના નામે મિત્ર મહેશ ઉર્ફે ભીમ ગુપ્તા સાથે ઉભો હતો. ત્યારે રિક્ષા ચાલક નવીન જાડીયો(રહે, દરબાર નગર) ત્યાં આવી પરેશ સાથે કોઈક બાબતે દાદાગીરી કરતો હતો.

પરેશે ગુસ્સામાં નવીનને ‘તમારા દિવસ પુરા થઈ ગયા, નીકળી જા અહીંયાથી’ તેવું કહેતા નવીન ઉશ્કેરાઈ ગયો હતો. દરમિયાન મહેશે બંનેને છોડાવ્યા હતા. થોડીવાર પછી નવીન ઉર્ફે જાડીયો રીક્ષામાં હથિયારો સાથે વિશ્વનાથ, નયન લાંબો, સુર્યા મરાઠીના ભાંજાને તથા અન્ય બે-ત્રણ જણાને સાથે લઈ આવ્યો હતો. નવીને પરેશને જાંઘના ભાગે તથા છાતીના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • નવીનની પત્નીએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેને પણ મારી
    નવીનના માથે એટલું ઝુનૂન સવાર હતું કે, પરેશને ચપ્પુના ઘા મારતો હતો ત્યારે નવીનની પત્નીએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ નવીને પત્નીને પણ ધક્કો મારી બાજુમાં ફેંકી દીધી હતી અને પરેશ ઉપર ચપ્પુના ઘા ઝીંક્યા હતા.
  • સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ
    ચોક બજાર પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં નવીન ઉર્ફે જાડીયો પરેશને ચપ્પુના ઘા મારતો નજરે પડે છે. નવીનની પત્ની તેને રોકવાનો પ્રયાસ કરતી હોય તેવું સીસીટીવીના દ્રશ્યો જોતા લાગે છે. સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top