Columns

મુન્શી પ્રેમચંદને તો બધા જાણે છે પરંતુ તેમની પત્ની શિવરાની દેવી પણ લેખિકા અને સ્વાતંત્ર્ય સેનાની હતાં!

Advertisement

કલમથી ક્રાંતિ સર્જનાર મુન્શી પ્રેમચંદ તો ચળવળમાં રંગાયેલા હતાં. તેમનું જીવન દેશને અર્પણ હતું પણ તેમનાં પત્ની શિવરાની દેવી પણ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય હતાં. આઝાદી માટે સંઘર્ષ કરતાં અનેક ક્રાંતિકારીઓની જેમ તેમની પણ ગાથા બહુ ચર્ચાઈ નથી. ત્યાગમાં આ પરિવારની તુલના ન થઈ શકે. શિવરાની દેવીનું નામ આઝાદી માટે લડતી મહિલાઓમાં હોવું જોઈએ તે રીતે નોંધવામાં આવ્યું નથી. તે એટલાં પ્રસિદ્ધ નહોતા પરંતુ તે સ્વતંત્રતા માટે લડતી મહિલાઓની પ્રેરણા હતાં. સુપ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર મુન્શી પ્રેમચંદની પત્ની શિવરાની દેવીએ સ્વતંત્રતાનાં સંઘર્ષમાં તેમની સાહિત્યિક કૃતિઓ દ્વારા પણ ઘણું યોગદાન આપ્યું હતું.

પ્રેમચંદને પણ પત્નીની યોગદાનની એક તબક્કે જાણ ન હતી. શિવરાની દેવીએ આંદોલનમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું અને તે એટલા લોકપ્રિય થયાં કે જ્યારે કોંગ્રેસ કાર્યકર મોહન લાલ સક્સેનાએ મહિલા સ્વયંસેવકોની યાદી બનાવી ત્યારે શિવરાનીને તેની કેપ્ટન બનાવવામાં આવી. સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી વિશે સૌથી મહત્વની વાત એ હતી કે તેમના પતિ મુનશી પ્રેમચંદને પણ તેની જાણ ન હતી. પ્રેમચંદને આ માહિતી ત્યારે મળી જ્યારે કોંગ્રેસનાં સ્વયંસેવકોની યાદી તેમને હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ માટે મોકલવામાં આવી. અહીં પ્રેમચંદે તેની પત્નીનું નામ જોયું ત્યારે તેમને ખબર પડી.

તે સ્વયંસેવક જૂથનાં કેપ્ટન હતાં. સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહિલા સ્વયંસેવકોનું નેતૃત્વ કર્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમીનાબાદનાં ઝંડેવાલા પાર્કમાં દુકાનો પર વિદેશી ચીજવસ્તુઓનાં વેચાણનાં વિરોધમાં અને સ્વદેશી ચળવળ કરવા બદલ,ધરણાં કરવા બદલ તેણીની ધરપકડ કરવામાં આવી હતી જેલમાં જવું પડ્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં શિવરાનીએ બે મહિના જેલમાં પણ વિતાવ્યા હતા. પંડિત જવાહરલાલ નેહરૂની માતા સ્વરૂપ રાની નેહરૂની ઝંડેવાલા પાર્કમાં ધરપકડનાં વિરોધમાં શિવરાની દેવીએ ભાષણ આપ્યું હતું.

 મુનશી પ્રેમચંદ લખનૌમાં લગભગ સાડા છ વર્ષ રહ્યા. ત્યાં સુધી તેઓ તેમના બે પુત્રો, પુત્રી અને પત્ની શિવરાણી દેવી સાથે લખનૌમાં રહેતા હતા. જ્યારે શિવરાની દેવીની ધરપકડ કરવામાં આવી ત્યારે પ્રેમચંદ વારાણસીમાં હતા. તે જેલમાં મળવા ગયાં અને તેની પત્નીને કહ્યું, ‘તું નહીં, હું જેલમાં છું. કારણ કે આપણાં બાળકોનું ધ્યાન રાખવાનું છે. પ્રેમચંદને લાગ્યું કે વારાણસીથી પાછા ફર્યા પછી ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે. તેના બદલે તે જે દિવસની રાહ જોતાં હતાં. તેમની પત્નીએ આગેવાની લઈ આંદોલનનાં પથ પર કૂચ કરી ખૂબ જ ઊંચો આદર વધાર્યો! પ્રેમચંદે કહ્યું હતું કે તેણીએ તેનું સન્માન સો વખત વધાર્યું હતું!

ઝંડેવાલા પાર્કમાં શિવરાનીની ધરપકડ દરમિયાન એક પોલીસકર્મી નિઃસ્વાર્થ મહિલા સ્વયંસેવકો પ્રત્યેની લાગણીઓને રોકી શક્યો નહીં, જેઓ દેશની ખાતર ખુશીથી જેલમાં જઈ રહ્યા હતા. તેણે શિવરાની દેવીને કહ્યું કે અમને અહીં ૨૩ રૂપિયા મળે છે, પરંતુ જો કોઈ અમને અન્ય જગ્યાએ 10 રૂપિયા પણ આપે તો અમે ખુશીથી આ પાપની નોકરી છોડી દઈશું. શિવરાની દેવી પોલીસના નિવેદનથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં, તેમને આશ્વાસન આપ્યું કે તેઓ તેમની સત્તાવાર ફરજ બજાવી રહ્યા છે. પોલીસકર્મીએ જવાબ આપ્યો, “તમે એટલા ઉદાર છો એટલે જેલમાં જઈ રહ્યા છો. તે દુઃખદાયક છે કે અમે અમારી માતાઓ અને બહેનોની પૂજા કરવાને બદલે તેમને જેલમાં લઈ જઈ રહ્યા છીએ.

શિવરાની દેવી અંગ્રેજોની જેલમાંથી છૂટ્યા પછી નિષ્ક્રિય ન રહ્યાં તેમની તબિયત ઘણી બગડી ગઈ, તેમણે સી-વર્ગના કેદીઓ સાથે અમાનવીય રીતે ભૂખે મરતાં અને શિયાળા દરમિયાન ગરમ વસ્ત્રો ન મળતાં તેમની સાથેના દુર્વ્યવહાર સામે સક્રિય વિરોધનું આંદોલન ચલાવ્યું આખરે સત્તાધીશોએ તેમની માંગણી સ્વીકારવી પડી હતી. લખનૌમાં અત્યંત સાદગીમાં રહેતો આ પરિવાર દર વર્ષે ઘર બદલતો રહેતો કારણ કે ઉનાળાની રજાઓમાં પ્રેમચંદ વારાણસીમાં પોતાના ઘરે જતાં હતા. શિવરાની દેવી અને પ્રેમચંદનું કુટુંબ જીવન આકરૂ હતું.

ભાડું પરવડે તેમ ન હોવાથી ઘર બદલવું પડતું! શિવરાનીએ તેમની વાર્તા ‘સાહસ’ ચાંદના તંત્રીને મોકલી. સંપાદકે તેમની વાર્તા તેમના મેગેઝિનમાં પ્રકાશિત કરી. તેણે વાર્તાના લેખકનું નામ પ્રેમચંદની પત્ની શિવરાની દેવી તરીકે લખ્યું હતું. સહગલે એ મેગેઝીનની એક નકલ પ્રેમચંદને પ્રતિજ્ઞાના હપ્તા સાથે મોકલી. કથા સમ્રાટને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે તેમની પત્નીએ પણ લખવાનું શરૂ કર્યું છે. સાહસ એક એવી છોકરીની વાર્તા હતી જેણે તેના લગ્ન સમયે તેના ભાવિ પતિને માર માર્યો હતો.

શિવરાની દેવી ભાષાંતર દ્વારા ઘર ચલાવતા હતા, તેઓ સાહિત્યમાં નિપુણ હતા પણ અંગ્રેજીમાં તેમનો હાથ ચુસ્ત હતો. તે અંગ્રેજી જાણતાં ન્હોતા. પ્રેમચંદ બ્રિટિશ રાજ દરમિયાન સૌથી પ્રભાવશાળી અંગ્રેજી અખબાર ‘લીડર’માં પ્રકાશિત થતા સમાચારનો અનુવાદ કરતા હતા.આઝાદી માટે લડતી મહિલાઓમાં હોવા જોઈએ તે રીતે નોંધવામાં આવ્યું નથી. શિવરાની દેવીએ સામાજિક ચેતના જગાડી, મૂર્ધન્ય સાહિત્યકાર મુન્શી પ્રેમચંદનાં શબ્દ, સાહિત્ય અને સ્વતંત્રતા માટે જે કદમ મીલાવ્યા તે ઈતિહાસ પણ લોકો હંમેશાં યાદ રાખશે!

Most Popular

To Top