મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) માનવતા ભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક વાંદરાનું (Monkey) મૃત્ય થતા ગ્રામજનોએ તેની અંતિમયાત્રા ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે કાઢી હતી અને તેના અંતિમ સંસ્કાર (Funeral) કર્યા હતા.
આ છે સમગ્ર ઘટના
આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચકઘાટ સ્થિત વોર્ડ નંબર 12નો છે. અહીં એક દુકાનદારને સવારે તેની દુકાન પાસે એક વાંદરાને ઈલેક્ટ્રીક પોલ પર ચોંટેલો જોયો હતો. વાંદરાની નજીક જતાં ખબર પડી કે વીજ કરંટ લાગવાથી તેનું મૃત્યુ થયું છે. ત્યારબાદ સ્થાનિક લોકોએ નગરપાલિકાને આ અંગેની જાણ કરી હતી. પરતું નગરપાલિકાએ આ વન વિભાગની બાબત એવો તોછડાઈ ભર્યો જવાબ આપ્યો હતો. જેથી સ્થાનિક લોકો વન વિભાગ પાસે ગયા અને તેઓને આ બાબતની જાણ કરી હતી. પરંતુ વનવિભાગે ફરી તેઓને આ નગરપાલિકાની બાબત છે તેવું કહ્યું હતું. આ સિલસિલો યથાવત રહેતા અંતે હવે વાંદરાના અંતિમ સંસ્કાર કોણ કરશે તે અંગે લોકોમાં સવાલ ઉઠી રહ્યો હતો અને અંતે તંત્ર દ્વારા રજડાવ્યા બાદ લોકોએ જાતે જ મૃત વાંદરાની અંતિમ યાત્રા કાઢવાનું નક્કી કર્યું. આ અંગે સ્થાનિકોએ વન વિભાગ પાસેથી મંજુરી પણ લીધી હતી.
વાંદરાના વાજતે ગાજતે અંતિમ સંસ્કાર કરાયા
વાંદરાના અંતિમ સંસ્કારની પરવાનગી લીધા બાદ લોકોએ પહેલા વાંદરાને સ્નાન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ તેને કપડામાં લપેટીને નાના બાળકની જેમ પોતાના બંને હાથે ઉપાડી વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ઘણા લોકો જોડાયા હતા. લોકોએ ભીની આંખો સાથે વાંદરાને અંતિમ વિદાય આપી. ત્યારબાદ વાંદરાને દફનાવવામાં આવ્યો હતો. આ અંગેનો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેના ઘણા લોકો વખાણ કરી રહ્યા છે.
લોકોએ વન વિભાગ અને નગર પાલિકાને આપ્યું ફંડ
આ સમગ્ર ઘટનામાં વન વિભાગ અને નગરપાલિકાએ સ્થાનિક લોકો સાથે કરેલી વર્તણુક અને એક પ્રાણીનાં મોતને લઈ આ કામગીરીમાં કોઈ રસ ન દાખવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી લોકો નગરપાલિકા અને વન વિભાગને ફંડ આપી રહ્યા છે.