વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરા પાલિકા કામે લાગ્યુ છે. છેલ્લા 3-4દિવસ થી શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઢોરવાળા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઇ કાલે પાલિકાની દબાણશાખાની ટીમ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં 11 જેટલા ગેરકાયદેસર ઢોરવાળાને તોડી પાડ્યા હતા. જ્યારે આજે ફરી પાલિકાની દબાણશાખાની ટીમે ગાજરાવાડી વિસ્તારના ઢોરવાળાઓ પર કાર્યવાહી કરી હતી. પાંચ જેટલા ગેરકાયદેસર ઢોરવાળાઓને તોડી પાડવા દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતા.અહીં ચાલતા પાંચ જેટલા ગેરકાયદેસર ઢોરવાળાને તોડી પાડ્યા હતા. પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સ્વેચ્છાએ દૂર ન કરાતા આજે પાલિકાની ટીમ ત્રાટકી હતી અને પોલીસને હાથે રાખીને કામગીરી કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હલ કરવા માટે સરકારે એક્શન પ્લાન બનાવી ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવા સૂચના આપ્યા બાદ કોર્પોરેશનના તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. જેમાં પાણીગેટ ,વાડી ,શાસ્ત્રી બાગ પાછળ ટીપી ત્રણ ફાઈનલ પ્લોટ નંબર 46 અને 47 માં બનેલા ગેરકાયદે પાંચ ઢોર વાડા પર આજે સવારે કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી ,અને પાંચ ઢોરવાડા તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. કોર્પોરેશનના તંત્ર દ્વારા અહીં નોટિસ પણ ફટકારવામાં આવી હતી. કોર્પોરેશનની તોડફોડ શરૂ થઈ તે પૂર્વે ઢોર ખસેડી લેવાની સૂચના આપવામાં આવી હતી
ત્રીજા દિવસે ઢોર પાર્ટીએ કરેલ કામગીરી
વડોદરામા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રહી હતી. ઢોર પાર્ટી એ છેલ્લા ત્રણ દિવસ મા 141 રખડતા ઢોર પકડ્યા છે. પાલિકાએ 21ઢોર પકડ્યા હતા. જયારે પૂર્વઝોન 2 અને ઉત્તર ઝોન મા પશુ પાલકો ને પાણી અને ડ્રેનેજ કાપવાની સૂચના આપવામા આવી હતી. ઉત્તર અને દક્ષિણ ઝોન ઝોન 3 સહીત કુલ 5 ડ્રેનેજ પાણી ના કનેકશન પાલિકાએ કાપી નાખ્યા હતા. પૂર્વઝોનમા શાસ્ત્રીબાગનો ઢોરવાડો તોડી નાખવામા આવ્યો હતો 4 ગાયોના ટેગના આધારે ઓળખ કરી પશુપાલકોને ઢોર રખડતા ન મુકવાની ચેતવણી આપવામાં આવી હતી. હાલ સુધીમા 107 પશુઓ ના ટેગિંગ કરવામાં આવ્યા છે દતેશ્વર અને પરશુરામ ભઠ્ઠાના મળી કુલ 28 ઢોર પાંજરા પોળ મા મોકલી અપાયા છે તેમજ 4 પશુ પાલકો સામે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.