વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના 461 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને આ ચૂંટણી માટે 461 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આજે ફોર્મ ચકાસણીના દિવસે 254 ફોર્મ અમાન્ય અને 294 ફોર્મ માન્ય કરવામાં આવ્યા હતા. મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.
ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે હરીફાઈમાં કુલ 294 ઉમેદવારો હાજર રહ્યા હતા. વોર્ડ નં.1મા 41 ફો પૈકી 23ના ફોર્મ અમાન્ય અને 18ના માન્ય કરાયા હતા. તેવી જ રીતે વોર્ડ નં. 2માં રજુ ફોર્મ પૈકી 14 ના અમાન્ય અને નવ માન્ય વોર્ડ નં. 3 માં 169 પૈકી નવ અમાન્ય નવ માન્ય વોર્ડ નં. 4 માં 36 પૈકી 14 અમાન્ય 22 માન્ય વોર્ડ નં. 5 માં 24 પૈકી 9 અમાન્ય પંદર માન્ય, વોર્ડ નં. 6 માં 25 પૈકી દસ અમાન્ય પંદર માન્ય વોર્ડ નં. 7 માં 35 પૈકી 17 અમાન્ય 18 માન્ય વોર્ડ નં. 8માં 35 પૈકી 14 અમાન્ય 21 માન્ય વોર્ડ નં. 9માં 25 પૈકી 12 અમાન્ય 13 માન્ય વોર્ડ નં. 10માં 33 પૈકી 16 અમાન્ય 17 માન્ય વોર્ડ નં. 11 માં 27 પૈકી 16 અમાન્ય 11 માન્ય વોર્ડ નં. 12 માં 40 પૈકી 14 અમાન્ય 26 માન્ય વોર્ડ નં. 13 માં 27 પૈકી 13 અમાન્ય 14 માન્ય વોર્ડ નં. 14 માં 25 પૈકી નવ અમાન્ય 16 માન્ય વોર્ડ નં. 15 માં 24 પૈકી 15 અમાન્ય નવ માન્ય વોર્ડ નં. 16 માં 33 પૈકી 20 અમાન્ય 13 માન્ય વોર્ડ નં. 17માં 24 પૈકી 11 અમાન્ય 13 માન્ય વોર્ડ નં. 18માં 22 પૈકી 8 અમાન્ય 14 માન્ય તેમજ વોર્ડ નં. 19માં 30 ફોર્મ પૈકી દસ અમાન્ય અને વીસ માન્ય કરવામાં આવ્યા છે.