વડોદરા: મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દબાણો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. યારે શુક્રવારે શહેરના મુક્તાનંદથી એલએન્ડટી સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ ત્રણ રસ્તાથી એલ એન્ડ ટી સર્કલ સુધીના ગેરકાયદેસર વધારાના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર લારી ગલ્લાઓ સહિતના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે દબાણ શાખા દ્વારા મુક્તાનંદ ત્રણ રસ્તા થી એલ એન્ડ ટી સર્કલ સુધીના રોડ પર આવેલ ગેરકાયદેસર શેડ સહિતના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી હતી જેથી આ વિસ્તારમાં ધંધો કરતા સહિતના દુકાનદારોમાં ઉત્તેજના ફેલાઈ હતી. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ તેમજ જે અંગેની ફરિયાદો મળી હોય તેવા દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહયા છે. જો કે આ દબાણો કાયમી રીતે દૂર કરવામાં આવે અને પુનઃ ઉભા ન થઇ જાય તે પણ પાલિકા દ્વારા કાળજી રાખવામાં આવે તે જરૂરી છે.