સુરત: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ સિદ્ધીઓ હાંસલ કરી રહેલા સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલને ફેમિના ઇન્ડિયા દ્વારા સોશિયલ સર્વિસીસમાં શ્રેષ્ઠ યોગદાન બદલ વિમેન એચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ફેમિના દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફેમિના મિસ ઇન્ડિયા નિકીતા પોરવાલના હસ્તે શાલિની અગ્રવાલને એવોર્ડ એનાયત કરાયો હતો.
ફેમિના ઇન્ડિયા દ્વારા દર વર્ષે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રિઝમાં એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. જે પ્રતિષ્ઠિત એવોર્ડ મનાય છે. જોકે, આ વખતે ફેમિના દ્વારા એક ડગલું આગળ વધીને પબ્લિક સર્વિસ સાથે જોડાયેલી મહિલાઓ માટે ખાસ વુમન અચિવર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને આઇએએસ તરીકેની તેની 18 વર્ષની કેરીયરમાં કરેલી સોશિયલ સર્વિસીઝની બેસ્ટ પ્રેકટીસ માટે એક્સીલન્સ ઈન પબ્લીક સર્વિસ અંતર્ગત પસંદગી થતા એવોર્ડ એનાયત કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફેમીના સંસ્થા દ્વારા પ્રથમ વખત આ રીતે પબ્લીક સેક્ટરની મહિલાઓને પ્રાધાન્ય આપતા એવોર્ડ ફંક્શનનું આયોજન કરાયું હતું. દર વર્ષે ફેમીના દ્વારા બોલીવુડ હસ્તીઓ તેમજ મોડલીંગ ક્ષેત્ર માટે એવોર્ડ સેરેમની યોજવામાં આવતી હોય છે. પરંતુ વિવિધ ક્ષેત્રોમાં ઉમદા કાર્ય કરતી મહિલાઓને આ વખતે એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં પહેલા વરસે જ સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલીની પસંદગી કરવામાં આવી છે.
શાલિની અગ્રવાલના આ એચિવમેન્ટ્સ ધ્યાને લેવાયા
18 વર્ષની કારર્કીદીમાં 3 વખત બેસ્ટ કલેકટર, એક વખત બેસ્ટ ડીડીઓનો એવોર્ડ જીત્યા
ત્રણ વખત રાષ્ટ્રપતિ એવોર્ડ અને રાષ્ટ્રીય કક્ષાના આઠ એવોર્ડ જીતવાની સિદ્ધી
વોટર મેનેજમેન્ટ અને એજયુકેશન તેમજ હેલ્થને લગતા સમાજસેવી કાર્યો
ત્રણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સફળ આયોજન (પીએમ સ્વનિધી સ્કીમ, પ્રેગન્ટેન્ટ મહિલાઓમાં જાગૃતિ માટે હેલ્થ કેમ્પ, અને સુરતમાં વલ્ડ યોગા ડેનું ઐતિહાસિક આયોજન)
પુસ્તક : ઓલ મ્યુનિસિપલ બોન્ડ (જે યુએસ એમ્બેસીમાં વર્લ્ડ બેંક દ્વારા પ્રમોટ કરાયું અને દેશના નિતી આયોગે તેને દરેક રાજયને મોકલી અનુસરવા સલાહ આપી)
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં દેશનું પ્રતિનિધિત્વ તેમજ આઇએએસ ટ્રેનિગ સેન્ટર મસુરીમાં ભાવી સનદી અધિકારીઓના ટ્રેનિંગ કેમ્પમાં યોગદાન