અમદાવાદ: મોરબીના (Morbi) લોકો માટે 30મી ઓક્ટોબર રવિવારનો દિવસ ગોઝારો બન્યો હતો. મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડ્તા 400 જેટલા લોકો મચ્છુ નદીમાં (River) પડ્યા હતા. જેમાં 50થી વધુ બાળકો સહિત 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને (Sandipsingh Jhala) સસ્પેન્ડ (suspended) કરવામાં આવ્યા છે. જો કે આ અંગે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
મોરબી દુર્ઘટનાને લઈને પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનાના પાંચ દિવસ બાદ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગત રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સહિત ગુજરાત સ્તબ્ધ થઈ ગયું હતું. હોસ્પિટલોમાં લોકોનું દુ:ખજ આક્રંદ જોવા મળ્યું હતું. ત્યારે આ ઘટના મામલે પોલીસ 9 લોકોને જવાબદાર ગણાવી તેમની સામે ગુનો નોંધ્યો હતો. જો કે ત્યાર બાદ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવાની પરમીશન આપી હતી, તેમણે વધુમાં જણાવ્યું તે નગરપાલિકાનો ઝૂલતો પુલ દે અતિજર્જરિત હતો ત્યારે તે લોકોના વપરાશ માટે બંધ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી શરૂ કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારીઓ દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ યોજાઈ હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. જેથી ચીફ ઓફિસરની સંદિપસિંહ ઝાલા બેદરકારી સાબિત થતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મોરબીમાં સ્થિત 130 વર્ષથી પણ જૂનો ઐતિહાસિક ઝૂલતો પુલ ગત રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિવાળીનું વેકેશન અને શનિ-રવિની રજામાં આ ઝૂલતો પુલ જોવા 500 સહેલાણીઓ ભેગા થયા હતા. જ્યાં આ પુલ પર ક્ષમતા કરતા વધારે લોકો એકઠા થઈ જતા પુલ તૂટી પડ્યો હતો અને 400 લોકો મચ્છુ નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં 50 બાળકો સહિત 135 લોકોના મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ 9 લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.