નવું વર્ષ 2026 શરૂ થતાની સાથે ભારતીય રાજનીતિમાં સમીકરણો જે ઝડપે બદલાઈ રહ્યા છે, તે જોઈને લાગે છે કે આગામી આખું વર્ષ અને ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીઓ દેશની ભવિષ્યની રાજનીતિની દિશા નક્કી કરશે. તાજેતરની રાજકીય હલચલની વાત કરીએ તો, પ્રિયંકા ગાંધી વાડ્રાનું વધતું કદ, કોંગ્રેસની બદલાતી રણનીતિ અને ભાજપનો અજેય ગઢ તોડવાના પ્રયાસો પર એક વિશ્લેષણ જોઈએ. આ લેખમાં ભારતના હાલના રાજકીય ગણિતને સમજીશું.
પહેલા વાત પ્રિયંકા ગાંધીની. શું પ્રિયંકા હવે કોંગ્રેસની નવી ‘સંજીવની’બનશે? લાંબા સમય સુધી પડદા પાછળ રહીને રણનીતિ બનાવનાર પ્રિયંકા ગાંધી હવે સક્રિય સંસદીય રાજનીતિમાં આવી ગયા છે. વાયનાડની પેટાચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સંસદમાં તેમની હાજરીએ કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. પ્રિયંકા ગાંધીમાં લોકો ઇન્દિરા ગાંધીની છબી જુએ છે. તેમની બોલવાની શૈલી, લોકો સાથે જોડાવાની રીત અને વિપક્ષ પર પ્રહાર કરવાની ધાર રાહુલ ગાંધી કરતા અલગ અને વધુ પ્રભાવશાળી દેખાઈ રહી છે.
પરંતુ સવાલ એ છે કે શું પ્રિયંકા ગાંધી માત્ર ઉત્તર ભારતમાં અથવા દક્ષિણમાં મર્યાદિત રહેશે? ના, મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈની આગામી BMC ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીનો ઉપયોગ ‘સ્ટાર પ્રચારક’તરીકે કરવાની કોંગ્રેસની યોજના છે. રાહુલ ગાંધી જ્યારે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધી જમીની સ્તરના કાર્યકરોને એકઠા કરવાની ક્ષમતા ધરાવે છે.
નવેમ્બર 2025 માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની જે રીતે હાર થઈ, તેનાથી કોંગ્રેસના નેતૃત્વ પર ફરી સવાલો ઉભા થયા છે. તેજસ્વી યાદવ સાથેની યુતિ છતાં ભાજપ-જેડીયુ (NDA)ના ક્લીન સ્વીપે સાબિત કર્યું કે માત્ર ગઠબંધન કરવાથી જીત મળતી નથી. આ હાર બાદ કોંગ્રેસની અંદર એક એવો વર્ગ ઊભો થયો છે જે માને છે કે હવે પ્રિયંકા ગાંધીને વધુ મોટી જવાબદારી સોંપવી જોઈએ.
રાહુલ ગાંધીની ‘વૉટ અધિકાર યાત્રા’ભલે ભીડ ભેગી કરતી હોય, પણ તે મતમાં પરિવર્તિત કેમ નથી થતી? આ પ્રશ્ન બિહારની હાર બાદની ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો છે. આ સંજોગોમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. આ બાજુ દેશની સૌથી મોટી મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં કોંગ્રેસનો ‘એકલા ચલો’નો જુગાર ફળશે? મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA) હોવા છતાં, કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ મુંબઈમાં BMC ચૂંટણી એકલા હાથે લડશે. આ એક મોટો રાજકીય જુગાર છે.
આ નિર્ણય પાછળનું રાજકીય ગણિત શું હોય શકે? પોતાનું અસ્તિત્વ ટકાવવાની લડાઈ એ સૌથી મોટુ પરિબળ છે. મુંબઈમાં કોંગ્રેસનો એક મોટી પરંપરાગત વોટબેંક (ઉત્તર ભારતીયો અને લઘુમતીઓ) છે. ઉદ્ધવ ઠાકરે સાથે રહેવાથી કોંગ્રેસને ડર છે કે તેનો મૂળ વોટર તેનાથી દૂર જઈ શકે છે. બીજું સીટ શેરિંગનો વિવાદ: ઉદ્ધવ ઠાકરેની સેના (UBT) મુંબઈમાં મોટા ભાઈની ભૂમિકા ભજવવા માગે છે, જે કોંગ્રેસને મંજૂર નથી.
ત્રીજું, રાજ ઠાકરે ફેક્ટર: ઉદ્ધવ અને રાજ ઠાકરે જે રીતે નજીક આવી રહ્યા છે, તેનાથી ગઠબંધનમાં અવિશ્વાસ વધ્યો છે. ચોથું, ભાજપનું ‘ત્રિશૂળ’- મોદી, શાહ અને યોગી. પાંચમું, ઠાકરે ભાઈઓની યુતિ એક નવો પડકાર છે. મુંબઈની રાજનીતિમાં સૌથી મોટો વળાંક ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું એક થવું છે. જો આ બંને ભાઈઓ ‘મરાઠી માનુષ’ના મુદ્દે સાથે લડે છે, તો તે ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ યુતિ મરાઠી વોટ્સને વિભાજિત થતાં રોકશે. જોકે, કોંગ્રેસ માને છે કે જો ઠાકરે ભાઈઓ સાથે લડે તો બિન-મરાઠી વોટ્સ સીધા કોંગ્રેસ કે ભાજપ તરફ વળશે.
બીજી તરફ ભાજપ પોતાની પૂરી તાકાત મુંબઈ પર લગાવી રહ્યું છે. પીએમ મોદીનો ક્રેઝ, અમિત શાહનું સંગઠન કૌશલ્ય અને હવે સીએમ યોગી આદિત્યનાથની ‘હિન્દુત્વ’બ્રાન્ડનો ઉપયોગ મુંબઈમાં વધી રહ્યો છે. ભાજપનો હેતુ સ્પષ્ટ છે: મુંબઈને ઠાકરે પરિવારના પ્રભાવમાંથી મુક્ત કરવું અને આર્થિક રાજધાની પર સંપૂર્ણ કબજો મેળવવો. સીએમ યોગીની રેલીઓ મુંબઈના ઉત્તર ભારતીય વિસ્તારોમાં (જેમ કે ઘાટકોપર, મુલુંડ, કાંદિવલી) ભાજપ માટે વોટનું ધ્રુવીકરણ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ભાજપ હવે પરિવારવાદના મુદ્દાને પ્રિયંકા ગાંધી સામે હથિયાર બનાવશે.
તો, શું કોંગ્રેસની રણનીતિ સાચી છે? કોંગ્રેસનું એકલા લડવું એ એક રીતે ‘ડુ ઓર ડાઈ’(કરો યા મરો) ની સ્થિતિ છે. જો કોંગ્રેસ BMCમાં સારું પ્રદર્શન કરશે, તો 2029ની લોકસભામાં પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસનો દબદબો વધશે. પરંતુ જો પરિણામો ખરાબ રહ્યા, તો MVAમાં તેમનું સ્થાન નબળું પડશે. કોંગ્રેસ અત્યારે દ્વિધામાં છે. એક તરફ તે ‘ઈન્ડિયા’ગઠબંધન મજબૂત કરવાની વાતો કરે છે, અને બીજી તરફ સ્થાનિક સ્તરે એકલા લડવા માગે છે.
આ વિરોધાભાસ મતદારોને મુંઝવણમાં મૂકી શકે છે. પ્રિયંકા ગાંધીએ માત્ર રેલીઓ કરવાથી આગળ વધીને સંગઠનને મજબૂત કરવું પડશે. મુંબઈ એ પૈસા અને પાવરનું કેન્દ્ર છે, અને અહીં ભાજપના સાધનો (રિસોર્સીસ) સામે લડવું કોંગ્રેસ માટે લોઢાના ચણા 2026ની સવાર કોની હશે?: મુંબઈનું મહાયુદ્ધ માત્ર એક મહાનગરપાલિકાની ચૂંટણી નથી, પણ 2029ના સેમીફાઈનલ સમાન છે. પીએમ મોદી અને અમિત શાહ માટે મુંબઈ જીતવું એ અસ્મિતાનો સવાલ છે, જ્યારે પ્રિયંકા અને રાહુલ માટે તે પુનરાગમનનો રસ્તો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.