મુંબઈ: આગામી દિવસોમાં એકનાથ શિંદે જૂથના રાહુલ શેવાળેની મુશ્કેલીઓ (Problem) વધી શકે છે. મળતી માહિતી મુજબ તેમના ઉપર દુબઈમાં (Dubai) રહેતી એક મહિલાએ બળાત્કારનો (Rape) આરોપ લગાવ્યો છે. મહિલાએ આ અંગે મહારાષ્ટ્રના સીએમ (CM) એકનાથ શિંદેને પત્ર (Letter) પણ લખ્યો છે. તમને જણાવી દઈએ કે શિંદે જૂથે દાવો કર્યો છે કે ઓમ બિરલાએ રાહુલ શેવાલેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકે પસંદ કર્યા છે. 33 વર્ષની એક મહિલાએ શિવસેના સાંસદ રાહુલ શેવાળે પર બળાત્કાર, માનસિક રીતે હેરાન કરવાનો અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કહ્યું કે શેવાળે તેની સાથે વર્ષ 2020માં લગ્ન કરવાનું વચન આપ્યું હતું, ત્યારથી તેઓ મહિલા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ ફરિયાદ સાકી નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિલાનો આરોપ છે કે મુંબઈ પોલીસ તેની ફરિયાદ પર એફઆઈઆર નોંધી રહી નથી કારણ કે શેવાળે ઉચ્ચ રાજકીય સંબંધો ધરાવે છે. મળતી માહિતી મુજબ દુબઈમાં રહેતી આ મહિલાએ સીએમ એકનાથ શિંદેને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે.
- મહિલાનો આરોપ છે કે મુંબઈ પોલીસ તેની ફરિયાદ પર એફઆઈઆર નોંધી રહી નથી
- મહિલાએ સીએમ એકનાથ શિંદેને પત્ર લખીને ન્યાયની માંગ કરી
- રાહુલ શેવાળેની પત્ની કામિની શેવાળેએ આ આરોપોને નકારી કાઢ્યા, આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
- રાહુલ શેવાળે પર બળાત્કાર, માનસિક રીતે હેરાન કરવાનો અને છેતરપિંડીનો આરોપ
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે શેવાળેએ તેને કહ્યું હતું કે તેની પત્ની સાથે તેના સંબંધો સારા નથી. આવી સ્થિતિમાં તે જલ્દી જ છૂટાછેડા લઈ લેશે. આરોપ છે કે સાંસદે મહિલાને વચન આપ્યું હતું કે તેની પત્નીથી છૂટાછેડા લીધા બાદ તેઓ તે મહિલા સાથે જ લગ્ન કરશે. મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો કે શેવાળેએ યુએઈમાં તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી. બીજી તરફ સાંસદ રાહુલ શેવાળેની પત્ની કામિની શેવાળેએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કામિની શેવાળેએ જણાવ્યું કે મહિલા છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના પરિવારને બ્લેકમેલ કરી રહી છે, જેની સામે અંધેરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.