મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જુહુ બીચ (Juhu Beach) પર દરિયામાં 6 લોકો ડૂબી (Drown) ગયા હોવાની વાત સામે આવી છે. જેમાંથી બે ને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 4 લોકો હજુ પણ ગુમ છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ ઘટના સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડૂબેલા લોકો યુવકો સગીર હોવાનું સામે આવ્યું છે.
આજે સાંજે મુંબઈના જુહુ બીચ પર ફરવા ગયેલા 6 લોકો અચાનક દરિયામાં ડૂબી ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ લાઈફ ગાર્ડ અને સ્થાનિક લોકોએ બે જણને બહાર કાઢ્યા પરંતુ 4 લોકો હજુ પણ લાપતા છે. ફાયર બ્રિગેડ BMC લાઇફગાર્ડની ટીમ લોકોની શોધમાં સતત અભિયાન ચલાવી રહી છે. બીપરજોય વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેને લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. તેવામાં મુંબઈના દરિયામાં પાંચ લોકોના ડૂબી જવાના સમાચારે લોકોમાં વધુ ડર પેદા કર્યો છે.
ગુમ થયેલા સગીરોની ઉંમર 12થી 15 વર્ષની હોવાનું કહેવાય છે. બધા છોકરાઓ દરિયાના અડધા કિલોમીટર અંદર નાહ્વા ગયા હતા. તે સમયે તેઓ ડૂબવા લાગ્યા હતા. બીપરજોય વાવાઝોડાની અસરને જોતા દરિયામાં ઉછળતા ઉંચા મોજાને કારણે રાહત અને બચાવ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.