નવી દિલ્હી : ”દુનિયા હિલ દેંગે’ જે ટીમનું સ્લોગન છે તે મુંબઈ ઇન્ડિયન (Mumbai Indian) ટીમની નવી પેટર્નની એકદમ આકર્ષક જર્સી (Jersey) શનિવારે લોન્ચ કરવામાં આવી છે. ટીમે તેના ઓફિશ્યલ ટ્વીટર (Twitter) એકાઉન્ટ ઉપર તેનું ડિસ્પ્લે પણ કરી દીધું છે. આ સાથે જ ટીમના ચાહકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ટીમનો પહેલો મુકાબલો ગુજરાત જાયંટ વિરુદ્ધ રમવાનો છે. આપને જણાવી દઈએ કે મહિલા પ્રીમિયર લીગ (WPL)નો પહેલું સંસ્કરણ જેની શરૂઆત પણ મુંબઈ અને ગુજરાતની આ મેચથી જ થઇ રહી છે. મહિલા મેચનો મુકાબલો પહેલ વહેલી વાર આઇપીએમાં આયોજિત થવા જઈ રહ્યો છે. જો આપણે વાત કરીયે પુરુષ આઈપીએલની તો સૌથી સફળ ટીમની જેમ હવે મહિલા પ્રીમિયર લીગમાં પણ તેની ટીમ ઉતારી છે. જેના માટે હવે નવી જર્સી સામે આવી ગઈ છે.
- મુંબઈ ઇન્ડિયનની ટીમેઆ જર્શીનો ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ ઉપર આ જર્સીનો ફોટો શેર કરવામાં આવ્યો હતો
- જર્સી હલકા વાદળી કલરની છે અને તેની ઉપરના સ્પોન્સર અલગ-અલગ દર્શાવવામાં આવ્યા છે
- નવી જર્સીનો લૂક જોતાની સાથે જ ટીમના ચાહકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે
ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ ઉપર આ જર્સીનો ફોટો શેર કર્યો
મુંબઈ ઇન્ડિયને તેના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ ઉપર આ જર્સીનો ફોટો શેર કર્યો હતો. આ જર્સીનો રંગ પુરુષ આઈપીએલ ટીમની જર્સી જેવો જ છે. બસ માત્ર સ્પોન્સર્સના નામો માત્ર અલગ છે. જોકે આ જર્સી હલકા વાદળી કલરની છે. જયારે પુરુષ ટીમની હાલની જર્સીનો કલર ભૂરા રંગનો છે. આ જર્સીની બાઈ ઉપર અલગ-અલગ સ્પોન્સર્સના નામો લખ્યા છે. આ નવી જર્સીના લોન્ચિંગની સાથે જ તે હવે સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઇ ચુકી છે.
હરમનપ્રીત કૌર સંભાળશે કમાન
બીસીસીઆઈ દ્વારા મહિલા પ્રીમિયર લીગના પહેલા સંસ્કરણ માટે સિડ્યુલનું એલાન કરી દીધું છે. પહેલી સીઝનમાં કુલ પાંચ ટીમ હિસ્સો લઇ રહી છે. જેની બધી મેચ મુંબઈના બે સ્ટેડિયમ ડિવાઇ પાટીલ એન બ્રેબૉનમાં રામાવવા જઇ રહી છે. ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમોં મુંબઈ ઇન્ડિયન્સ,ગુજરાત જાયન્ટસ,યુપી વોરિયર્સ રોયલ ચેલેન્જ બેંગલોર અને દિલ્હી કેપિટલ વચ્ચેનો મુકાબલો જોવા મળશે. મુંબઈની કમાન ભારતીય મહિલા ટીમના કપ્તાન હરમપ્રીત કોરને સોંપવામાં આવી છે. જેમને 1.8 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમના પ્લેયરો
હરમનપ્રીત કૌર (કેપ) નેટ સીવર, એમિલિયા કર, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, હીથર ગ્રેહામ, ઇસાબેલ વોંગ, અમનજોત કૌર, દારા ગુજરાલ, સાયકા ઇશાક, હેલી મેથ્યુસ, ક્લો ટ્રાયન, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, અને જીન્તામણિ કલિતા.