Business

કોર્ટનો RBIને નિર્દેશ: કિશોર સોહની નામના વ્યક્તિને નોટબંધીની 1.6 લાખની નોટ બદલી આપવી

મુંબઈ: (Mumbai) માર્ચ 2016માં બોમ્બે હાઈકોર્ટમાં (Mumbai High Court) દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે રિઝર્વ બેંકને કિશોર સોહનીની રૂ. 1.6 લાખની નોટો બદલવાનો નિર્દેશ આપ્યો હતો. નોટબંધી થઈ તે પહેલા કિશોર સોહની પાસે રૂ. 1.6 લાખની બંધ કરાયેલી નોટો હતી. દરમ્યાન એક કેસમાં સોહનીએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ માર્ચ 2016માં કલ્યાણ કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો. તે સમયે કોર્ટે સોહનીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 1.6 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું અને ત્યારબાદ સમગ્ર મામલે એક નવો વળાંક આવ્યો હતો.

  • RBIએ બદલવી પડશે નોટબંધીની નોટો
  • બોમ્બે હાઈકોર્ટે RBIને કિશોર સોહની માટે રૂ. 1.6 લાખ એક્સચેન્જ કરવાનો નિર્દેશ આપ્યો
  • શા માટે કોર્ટે RBIને નોટબંધીની નોટ બદલવાની મંજૂરી આપી?

કિશોરની ફરિયાદના સંદર્ભમાં તે સમયે કોર્ટે કિશોર સોહનીને તેના 1.6 લાખ રૂપિયા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા કહ્યું હતું. દરમિયાન 8 નવેમ્બર 2016 ના રોજ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. સોહનીએ મેજિસ્ટ્રેટને વિનંતી કરી હતી કે તેઓ તેમને પૈસા પરત કરે જેથી કરીને સમયમર્યાદા પહેલા નોટો બદલી શકાય. જો કે, મેજિસ્ટ્રેટ આ માટે સહમત ન થયા અને જૂની નોટો બદલવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. સોહનીને 20 માર્ચ 2017ના રોજ નોટો બદલવાની મંજૂરી મળી હતી. આ કેસમાં કોર્ટે હવે આરબીઆઈને સોહનીની જૂની નોટો બદલવાનો નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top