National

અન્ના હજારે ફરી અનિશ્ચિત સમય માટે ઉતરશે ભૂખ હડતાળ પર, મહારાષ્ટ્ર સરકારની આ નીતિનો કરશે વિરોધ

મુંબઈ: (Mumbai) સામાજિક કાર્યકર અન્ના હજારેએ (Anna Hajare) બુધવારે કહ્યું કે સુપરમાર્કેટ અને કિરાણાની દુકાનોમાં દારૂના (Alcohol) વેચાણને મંજૂરી આપવાની મહારાષ્ટ્ર સરકારની નીતિના વિરોધમાં તેઓ 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિત ભૂખ હડતાળ (Hunger Strike) શરૂ કરશે. હજારેએ આ મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. ઠાકરેને લખેલા તેમના પત્રમાં હજારેએ કહ્યું કે રાજ્યના લોકોએ માંગ કરી છે કે સુપરમાર્કેટ (Super Marker) અને આસપાસની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપતી નીતિને તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે.

84 વર્ષીય હજારેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ 14 ફેબ્રુઆરીએ અહમદનગર જિલ્લાના રાલેગાંવ સિદ્ધિથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરશે. હજારેએ જણાવ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાનને સંબોધીને બે પત્રો લખ્યા હતા, જેમાં તેમને નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી, પરંતુ તે અંગે કોઈ જવાબ મળ્યો ન હતો. તેમના અગાઉના પત્રોમાં હજારેએ કહ્યું હતું સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય માટે કમનસીબ હતો અને આવનારી પેઢીઓ માટે જોખમી સાબિત થશે.

ગયા અઠવાડિયે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે તેણે ફળ-આધારિત વાઈનરીઓને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે, જે ખેડૂતોને વધારાની આવક પૂરી પાડે છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સમાં 5,000 રૂપિયાની ફ્લેટ વાર્ષિક લાઇસન્સ ફી પર દારૂ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, 100 ચોરસ મીટર કે તેથી વધુ વિસ્તાર ધરાવતા અને મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા સુપરમાર્કેટ અને વૉક-ઇન-સ્ટોરમાં “શેલ્ફ-ઇન-શોપ” પદ્ધતિ અપનાવવામાં આવશે.

મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો, સરકારની તિજોરી ભરાશે
મહાવિકાસ આઘાડી સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. એક ચર્ચા મુજબ રાજ્ય સરકારે સરકારી તિજોરીમાં નાણાં એકત્ર કરવા માટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાબતે એવું પણ કહેવામાં આવ્યું છે કે આનાથી ખેડૂતોના નફામાં વધારો થશે. રાજ્યમાં સુપરમાર્કેટ, મોલ્સ અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચાણની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મોલ અને સુપરમાર્કેટ સહિતની આવી કરિયાણાની દુકાનો કે જેમાં 100 ચોરસ મીટરથી વધુ જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં વાઇન વેચી શકાશે. આ માટે તેઓએ પોતાની દુકાનોમાં એક અલગ કોર્નર બનાવવો પડશે.

Most Popular

To Top