નવી દિલ્હી: મુંબઈમાં (Mumbai) એક કોરિયન યુવતીની (Korean girl) છેડતીનો વીડિયો (molested) સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થઈ હતો. આ વીડિયો (video) મુંબઈના ખાર (Khar) વિસ્તારનો હોવાનું જાણવા મળ્યો છે. જ્યાં એક કોરિયન યુવતી પોતાના મોબાઈલ ફોનથી લાઈવ સ્ટ્રીમિંગ (live streaming) કરી રહી હતી આ દરમિયાન બે યુવકે તેને છેડતી કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ પોલીસ પણ તરત જ એક્શનમાં આવી હતી. વીડિયોમાં કોરિયન યુવતીને છેડનાર બે યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, યુવતી દક્ષિણ કોરિયાની રહેવાસી છે. લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન બે યુવકોએ તેની સાથે વાંધાજનક હરકતો કરી હતી. આ ઘટના બુધવારે રાત્રે 8 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે યુવકો વારંવાર તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક યુવકે કોરિયન યુવતીનો હાથ પકડીને તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આના પર યુવતીએ કડકાઈથી તેને દૂર રહેવા કહ્યું હતું. પછી તે આગળ ચાલવા લાગી, બંને યુવકો પાછળથી સ્કૂટી પર આવે છે અને તેને લિફ્ટ આપવાનો પ્રયાસ કરે છે. એક છોકરો તૂટેલા અંગ્રેજીમાં બોલે છે – સમ, ધી સીટ. આ દરમિયાન યુવતી તેની યુટ્યુબ ચેનલ માટે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી.
આ ઘટના બાદ યુવતી ખૂબ જ ડરી ગઈ છે, તેણે ટ્વીટ કર્યું કે ગઈકાલે રાત્રે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુવકોએ મને હેરાન કરી હતી. તેણે કહ્યું મેં પૂરતો પ્રયાસ કરું કે આ બાબત વધુ આગળ ન વધે તેથી હું ત્યાંથી ચાલી ગઈ હતી. ત્યારે આ અંગે કેટલાક લોકોએ કહ્યું કે તેઓ મારા વધુ પડતા ફ્રેન્ડલી હોવાને કારણે છે અને વાતચીત શરૂ કરવાના કારણે આ ઘટના બની છે. આ ઘટનાએ મને સ્ટ્રીમિંગ વિશે પુનર્વિચાર કરવા મજબૂર કર્યો છે.
આ સિવાય કોરિયન યુવતીએ કહ્યું કે આવી ઘટના દુનિયામાં ક્યાંય પણ બની શકે છે. તે તેના બોયફ્રેન્ડ સાથે પ્રવાસ કરી રહી છે. આ માત્ર એક ઘટના છે, ભારત ઉપરાંત અન્ય દેશોના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. હું મુંબઈ પોલીસની મદદથી ખૂબ જ ખુશ છું, જ્યારે મેં કોઈને કંઈ કહ્યું નથી. હું દરેકનો આભાર માનું છું. પોલીસે જણાવ્યું કે મુંબઈમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન કોરિયન મહિલાને હેરાન કરવા બદલ મોબીન ચંદ મોહમ્મદ શેખ ઉંમર 19 અને મોહમ્મદ નકીબ સદ્રેલમ અન્સારી ઉંમર 20ની ધરપકડ કરવામાં આવી છે. છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીડિત યુવતી વતી આ ફરિયાદ સત્તાવાર રીતે નોંધવામાં આવી નથી.