મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક નિર્માણાધીન ઇમારતની પાણીની ટાંકીમાં શ્વાસ રૂંધાવાથી ચાર મજૂરોના મોત થયા હતા. બચાવ કામગીરી બાદ બધા કામદારોને જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 5 કામદારોના મોત થયા છે. જેજે હોસ્પિટલમાં કામદારોની સારવાર કરનારા ડૉક્ટરે જણાવ્યું હતું કે પાંચ લોકો ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
રવિવારે દક્ષિણ મુંબઈમાં એક નિર્માણાધીન ઇમારતમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે પાંચ મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ ઘટના નાગપાડા વિસ્તારમાં દિમટીમકર રોડ પર બિસ્મિલ્લાહ સ્પેસ બિલ્ડિંગમાં બપોરે 12.30 વાગ્યે બની હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને સ્થાનિક પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલી રહી છે.
ફાયર અધિકારીએ જણાવ્યું કે પાંચ કામદારો પાણીની ટાંકી સાફ કરવા માટે તેમાં ઉતર્યા હતા પરંતુ આ દરમિયાન તેઓ બેભાન થઈને પડી ગયા. તેમણે કહ્યું કે બાંધકામ સ્થળ પર હાજર અન્ય લોકોએ ફાયર વિભાગને ઘટના વિશે જાણ કરી. પાંચ લોકોને ટાંકીમાંથી બહાર કાઢીને સરકારી જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આજે સવારે પાંચ વ્યક્તિઓ/મજૂરો ગૂંગળામણને કારણે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બધા જેજે માર્ગ પોલીસ સ્ટેશન હેઠળ મસ્તાન તાલાબ નજીક, દિમટીમકર રોડ પર બિસ્મિલ્લાહ સ્પેસ નામની એક નિર્માણાધીન ઇમારતમાં કોઈ કામ માટે ભૂગર્ભ પાણીની ટાંકીમાં પ્રવેશ્યા હતા.
