National

મુલાયમ સિંહ યાદવ ICUમાં, હાલત ગંભીર, અખિલેશ અને અપર્ણા યાદવ તાત્કાલિક દિલ્હી પહોંચ્યા

લખનઉઃ (Lucknow) ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) તબિયત અચાનક બગડી હોવાની જાણકારી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને મેદાંતા હોસ્પિટલના (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે. શિવપાલ યાદવ અને પ્રતીક યાદવ મેદાન્તામાં જ હાજર છે. પિતાની તબિયત (Health) અંગેની જાણ થતાં જ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને અપર્ણા યાદવ અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેઓ મેદાંતા હોસ્પિટલમાં મુલાયમસિંહ યાદવને મળવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ડૉ.નરેશ ત્રેહાન પોતે મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

  • ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક બગડી
  • શિવપાલ યાદવ અને પ્રતીક યાદવ મેદાન્તામાં જ હાજર
  • અખિલેશ યાદવ અને અપર્ણા યાદવ અચાનક દિલ્હી પહોંચ્યા

સમાજવાદી પાર્ટી (SP)ના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે અચાનક બગડી હતી. તબિયત ખરાબ હોવાને કારણે તેઓ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં ડોક્ટર્સ મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા હતા. જોકે રવિવારે તેમની તબિયત વધુ બગડતા તેમને રૂમમાંથી આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ સપા સંરક્ષકને ડોક્ટરોએ રૂમમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી દીધા છે. પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ અખિલેશ યાદવ લખનૌથી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. બીજો પુત્ર પ્રતીક યાદવ અને નાનો ભાઈ શિવપાલ સિંહ યાદવ પહેલેથી જ દિલ્હીમાં હાજર છે. જે તેઓની સંભાળ રાખી રહ્યા છે. જ્યારે પુત્રવધૂ અપર્ણા પણ દિલ્હી જવા રવાના થઈ ગઈ હતા. બંને હોસ્પિટલમાં મુલાયમ સિંહને મળવા પહોંચ્યો હતા. મુલાયમસિંહ યાદવને ડો.સુશીલા કટારીયાની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. મેદાન્તાના વરિષ્ઠ ડૉક્ટર ડૉ. નરેશ ત્રેહાન પોતે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

Most Popular

To Top