Business

અનંત-રાધિકાના પ્રી-વેડિંગનું સેલિબ્રેશન ચાલતું હતું ત્યારે મુકેશ અંબાણીએ મેટાના ઝકરબર્ગ સાથે કર્યો મોટો સોદો

નવી દિલ્હી: ગયા મહિને માર્ચમાં ગુજરાતનું (Gujarat) જામનગર (Jamnagar) આખાય વિશ્વમાં ચમક્યું હતું. જામનગરમાં રિલાયન્સના કેમ્પસમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ઈવેન્ટનું (Anant-Radhika Pre-Wedding) આયોજન ગઈ તા. 1થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં થયું હતું.

  • જામનગરમાં રિલાયન્સના કેમ્પસમાં મેટાના ડેટા સેન્ટર સ્થાપવા અંગે સોદો થયો
  • મેટા-ફેસબુકનું ડેટા સેન્ટર બને તો ભારતમાં ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે

આ ઈવેન્ટમાં દેશદુનિયાની મોટી સેલિબ્રિટી, ઉદ્યોગકારો, રાજકારણીઓએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં ફેસબુક-મેટાના (FaceBook Meta) ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) પત્ની સાથે સામેલ થયા હતા. અંબાણી પરિવાર અને ઝકરબર્ગે વચ્ચે સેલિબ્રેશન ઈવેન્ટ દરમિયાન મોટી ડીલ થઈ હોવાની વિગતો હવે રહી રહીને બહાર આવી છે.

દેશનું પહેલું મેટા ડેટા સેન્ટર (Meta Data Center) જામનગરમાં ખુલવા જઈ રહ્યું છે. અનંત-રાધિકાની પ્રિ વેડિંગ ઈવેન્ટમાં ઝકરબર્ગ અને મુકેશ અંબાણી (Mukesh Ambani) વચ્ચે આ અંગે ડિલ થઈ હોવાની વિગતો બહાર આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેટાના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે માર્ચમાં જામનગરમાં આયોજિત અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી. ત્યારે જ આ અંગે રિલાયન્સ સાથે ઝકરબર્ગે કરાર કર્યો હતો.

ડેટા સેન્ટર મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક સ્તરે જનરેટ કરવામાં આવતી સામગ્રીને પ્રોસેસ કરવામાં મદદ કરશે. જો કે આ ડીલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હાલમાં મેટા ઉત્પાદનોના ભારતીય વપરાશકર્તાઓનો ડેટા સિંગાપોરમાં સ્થિત ડેટા સેન્ટરમાં મોકલવામાં આવે છે.

જામનગરમાં રિલાયન્સનું કેમ્પસ 10 એકરમાં ફેલાયેલું છે
અહેવાલો અનુસાર, રિલાયન્સનું ચેન્નાઈ કેમ્પસ બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિજિટલ રિયલ્ટીનું સંયુક્ત કેમ્પસ છે. તે 10 એકરમાં ફેલાયેલું છે. તે 100 મેગાવોટ આઇટી લોડ ક્ષમતાને ટેકો આપવા માટે બનાવાયું છે. જોકે, મેટાના રોકાણ અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની એક નાનું ડેટા સેન્ટર સ્થાપવા વિચારી રહી છે. તે સેન્ટર 10 થી 20 મેગાવોટ સુધીની ક્ષમતાનું હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર મેટા ભારતમાં આ ક્ષમતા સાથે પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ. 500 થી 1200 કરોડનું રોકાણ કરી શકે છે.

ભારતમાં ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે
અહેવાલ મુજબ, આ કેમ્પસ દ્વારા મેટા હવે દેશભરમાં ઘણા સ્થળોએ ચારથી પાંચ નોડનું સંચાલન કરી શકશે, જે ભારતમાં ડેટા પ્રોસેસિંગને ઝડપી બનાવશે. હાલમાં ભારતીય યુઝર્સનો ડેટા સિંગાપોરમાં મેટાના ડેટા સેન્ટરમાં આવે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મેટા લોકલ ડેટા સેન્ટર સાથે, સામગ્રી સિવાય, સ્થાનિક જાહેરાતો પણ વપરાશકર્તાઓના અનુભવમાં સુધારો કરશે. આ સિવાય આનાથી વૈશ્વિક ડેટા સેન્ટરની કિંમતમાં ઘટાડો થશે.

Most Popular

To Top