ડાયાબીટીસ હોય અને કોરોનાની સારવાર વખતે સ્ટીરોઈડ લીધા હોય તેમને હવે અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણો દેખાતા આવા દર્દીઓ હવે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહ્યા છે.
અમદાવાદમાં ડેન્ટલ હોસ્પિટલમાં ૨૨ દર્દીઓ અને ઈએનટી વિભાગમાં ૬૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જો કે હવે મ્યુકોરમાઈકોસિસ રોગના લક્ષણો આંખ, દાંત અને મ્હો સુધી જોવા મળતા હતા તે હવે છેક મગજને અસર કરી કરી રહયા છે.
મ્યુકોરમાઈકોસિસ એક પ્રકરાની ફૂગથી થતો રોગ છે. ગાંધીનગર સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી રોજ ૫થી ૭ કેસો આવી રહ્યા છે.
ગાંધીનગરના ઈએનટી વિભાગના નિષ્ણાંત તબીબે કહ્યું હતું કે કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઈડ આપવામાં આવ્યું હોય તેવા દર્દીઓને આ રોગની શકયતા વધી જવા પામી છે.
આ રોગમાં આંખની પાછળ દુ:ખાવો થયો, આંખ લાલ થવી, ગાલ, મોઢા પર સોજા આવવા, કાનમાં અને નાકમાં દુ:ખાવો થવો તે છે. નાકમાંથી પ્રવાહી પડવું, તેવા દર્દીઓમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જો આવા લક્ષણો જણાય તો ત્વરીત નાક -કાન ગળાના તબીબને બતાવવું જોઈએ. તેમની સલાહ મુજબ એન્ડોસ્કોપી કરાવવી જોઈએ. મ્યુકોરમાઈકોસિસના દર્દીને નાક, કાન કે ગળામાં ફૂગ હોય તો સર્જરી કરીને તે ફૂગ દૂર કરવી પડે છે.