કુમકુમ ભાગ્ય’ની બુલબુલ અરોરાને થઇ રહ્યું છે કે હવે તેનું ભાગ્ય ખૂલ્યું છે. ફરહાન અખ્તર સાથેની ‘તુફાન’ રજૂ થઇ રહી છે. રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા દિગ્દર્શક અને ફરહાન અખ્તર જેવા નિર્માતાની ફિલ્મમાં કામ કરવું તેને ભાગ્યથી ઓછું કશું ન કહેવાય. ધૂળેની મૃણાલ ઠાકુરને થાય છે કે તેને સારા દિગ્દર્શકોની ફિલ્મો તો મળે છે સાથે જ એવા અભિનેતા સાથે કામ મળે છે જેની પાસે સતત શીખી શકાય. ‘સુપર 30’ માં ઋતિક રોશન હતો ને હવે ફરહાન અખ્તર છે. તેની ‘લવ સોનિયા’ માં તો દેશી-વિદેશી કલાકારો હતા. જયારે ટી.વી. પર કારકિર્દી શરૂ કરી ત્યારે તેણે ધાર્યુ ન હતું કે આટલી સફળતા મળશે. ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં પાંચેક સિરીયલમાં જ કામ કર્યું પણ તેણે તેને ખૂબ લોકપ્રિય બનાવી દીધી. ફિલ્મ નિર્માતાઓ હવે પ્રતિભા શોધવા ટી.વી. વેબસિરીઝ જુએ છે.
મૃણાલ મૂળ મરાઠીભાષી છે એટલે ‘વિટ્ટી દાંડુ’ ને ‘સુરૈયા’ જેવી મરાઠી ફિલ્મોથી આરંભ કરેલો અને ‘લવ સોનિયા’ પછી તરત ‘સુપર 30’ મળેલી. એ ફિલ્મ સાથે ‘બાટલા હાઉસ’ આવી અને કરણ જોહરે તેને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ માં સ્થાન આપ્યું. મૃણાલે કરેલી આ ફિલ્મમાં જ તેના માટે અત્યારની કારકિર્દીમાં મહત્વની બની છે. મૃણાલ દરેક ફિલ્મે નિખરી રહી છે. તેની સારી વાત એ છે કે સિનીયર સ્ટાર્સનો આધાર લીધા વિના, એવા સ્ટાર્સની લોકપ્રિયતાનો લાભ લીધા વિના તે આગળ વધી છે. આ રીતે કામ કરવાથી તેનામાં નવું આત્મબળ પણ ઉમેરાયું છે. તે અત્યારે જે સ્ટાર્સ સાથે કામ કરી રહી છે તેમાં શાહીદ કપૂર, કાર્તિક આર્યન, સિધ્ધાર્થ મલ્હોત્રા, ઇશાન ખટ્ટર અને અભિમન્યુ દાસાણી છે. શહીદ કપૂર સાથેની ‘જર્સી’ નું ઘણું શૂટિંગ તો પૂરું થઇ ચુકયું છે તો કાર્તિક આર્યન તે ‘ધમાકા’માં આવી રહી છે.
તેમાં ટી.વી. રેડિયો એન્કર નાટકીય રીતે સમસ્યામાં ફસાય જાય છે. વર્ધન કેતકરની ફિલ્મ ‘થંડમ’ નામની સફળ ફિલ્મની રિમેક છે. જેમાં તેની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા અને અમાયરા દસ્તૂર છે. રાજા મેનન દિગ્દર્શિત ‘પીપા’ માં તે ઇશાન ખટ્ટર સાથે આવશે. અભિમન્યુ દાસાણી, અભિષેક બેનર્જી સાથે ‘આંખમિચૌલી’ માં મૃણાલ દેખાશે. આ બધું ઉપરાંત ‘બાહુબલી: બિફોર ધ બિગનીંગ’ નામની ટી.વી. શ્રેણીમાં તે શિવગામીનું પાત્ર ભજવી રહી છે. અત્યારથી સ્થિતિમાં ૫-૬ ફિલ્મો પાસે હોવી કોઇપણ અભિનેત્રી માટે ઉત્તમ કહેવાય. સ્પર્ધામાં અનેક અભિનેત્રી છે ને મૃણાલ કાંઇ માર્કેટિંગમાં કાંઇ બહુ એકટિવ નથી. તે કોઇ સ્ટાર કુટુંબમાંથી ય નથી આવી કે એવો બોયફ્રેન્ડ પણ નથી જે તેને ફિલ્મો અપાવવામાં મદદ કરે. પોતાના કામને જ તે આધાર માને છે.
મૃણાલ ઠાકુર પાસે પોતાની યોજના જરૂર હોય છે.
ફિલ્મોમાં કામ કરવું શરૂ કર્યું પછી ટી.વી. સિરીયલો ન જ કરવી તેવું નકકી કર્યું અને તેના માટે આ સાહસ હતું. તે આવા સાહસોથી જ આગળ વધી છે. કારકિર્દીના આરંભના તબકકે જો એવું ન બને તો સંભવિત કારકિર્દી સંભવિત બનીને જ રહી જાય. મૃણાલ ઠાકુરને લાગે છે કે સારી પટકથા વાળી ફિલ્મો સ્વયં અભિનયની માર્ગદર્શક બની શકે છે અને સારા દિગ્દર્શક હોય તો દરેક ફિલ્મે આગળ વધી શકાય છે. તે અત્યારના સમયથી ય બહુ હતાશ નથી. ફિલ્મો કયારે રજૂ થશે તે વિશેય નથી વિચારતી. કેમેરા ઓન થાય પછી જે કરવાનો છે તે અભિનય વિશે જ તે ગંભીર રહે છે. તે એમ પણ નથી કહેતી કે મારે રણબીર કપૂર યા રણવીરસીંઘ સાથે કામ કરવું છે. પોતાને મળેલા કામ સારા કામ થાય તો ઘણું. મૃણાલ બહુ ઝડપથી કામને સમજી ગઇ છે.