મધ્યપ્રદેશના (MP) સિવની જિલ્લામાંથી (Sivni District) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શનિવારે સવારે SAF જવાનોથી ભરેલી બસ (Bus) પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 3 જવાનોના મોત થયા છે જ્યારે 26 અન્ય ઘાયલ થયા છે. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે શનિવારે વહેલી સવારે સિવની જિલ્લામાં સ્પેશિયલ આર્મ્ડ ફોર્સિસ (SAF)ના જવાનોને લઈને જતી બસ એક કાર સાથે અથડાઈને પલટી ગઈ જેમાં ત્રણ લોકોના મોત થયા અને 26 અન્ય ઘાયલ થયા છે.
ઘટના રાત્રે 1 વાગ્યે બની
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક સૈનિકને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને મહારાષ્ટ્રના નાગપુર રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિમી દૂર સિવની-મંડલા રાજ્ય ધોરીમાર્ગ પર ધનગઢ ગામ નજીક સવારે 1 વાગ્યે થયો હતો. કેવલારી પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસની 35મી SAF બટાલિયનના સૈનિકોને મંડલાથી પંધુર્ના (છિંદવાડા) લઈ જતી બસ એક કાર સાથે અથડાઈ હતી જેમાં ડ્રાઈવર સહિત પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં કન્હૈયા જસવાણી (75), નિકલેશ જસવાણી (45) અને ડ્રાઈવર પુરુષોત્તમ મહોબિયા (37)ના મોત થયા હતા. તમામ મંડલાના રહેવાસી હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય બે કાર સવારોને કેવલારી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
SAFના 26 જવાનો ઘાયલ
કેવલારી પોલીસ સ્ટેશનના પ્રભારી ચૈન સિંહ ઉઇકેએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ અન્ય બે કાર સવારોને કેવલારી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે કારમાં સવાર લોકો નાગપુરથી હોસ્પિટલ સંબંધિત કોઈ કામ કરીને પરત ફરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે દુર્ઘટના બાદ SAF સૈનિકોને લઈને જઈ રહેલી બસ પલટી ગઈ. તેમણે કહ્યું કે કુલ 26 SAF સૈનિકો ઘાયલ થયા છે અને તેમને કેવલારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમાંથી એકને ગંભીર ઈજા થઈ છે અને તેને નાગપુર રિફર કરવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.