મધ્યપ્રદેશમાં કોરોનાની ( CORONA ) હાલત એટલી વિકટ બની છે કે અહીંની ઘણી હોસ્પિટલોમાંથી માનવતા મારી પરવારીના અહેવાલો સામે આવી રહ્યા છે. તાજેતરમાં શિવપુરી જિલ્લા હોસ્પિટલ ( SHIVPURI DISTRICT HOSPITAL ) માં ઓક્સિજનના અભાવે કોરોના દર્દીનું મોત નીપજ્યું હતું.
જો કે હોસ્પિટલ વહીવટી તંત્રનું કહેવું છે કે દર્દીની હાલત પહેલાથી જ ખરાબ હતી, પરંતુ હોસ્પિટલનું જુઠ્ઠાણું ત્યાંના સીસીટીવી ફૂટેજમાં પકડાઈ ગયુ હતું અને સત્ય સામે આવ્યું હતું. સીસીટીવી ( CCTV ) ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સુરેન્દ્ર રાત્રે 11 વાગ્યે પુત્ર દીપક સાથે વાત કરી રહ્યો છે.
આ પછી દીપક જાય છે અને સુરેન્દ્ર સુઈ જાય છે. આના થોડા સમય પછી, વોર્ડ બોય ( WARD BOY ) રૂમમાં આવે છે અને સુરેન્દ્રના પલંગમાંથી એક પોર્ટેબલ ઓક્સિજન કાઢીને લઈ જાય છે. આ પછી, સવારે પાંચ વાગ્યે દર્દીને ઓક્સિજનની અછત લાગે છે અને તકલીફ થવા લાગઈ છે અને ઓક્સિજનના અભાવે દર્દીનું મોત થઇ જાય છે.
દર્દીના પુત્ર દીપકે આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં મારા પિતાને કોઈએ ઓક્સિજન આપ્યું નથી. સવારે દિપક જ્યારે વોર્ડમાં પહોંચ્યો ત્યારે તેણે તેના પિતાને પલંગ પરતેમને તરફડતા જોવે છે . દીપકના કહેવા મુજબ, તેના પિતાને સ્ટ્રેચર પણ ન માલ્ટા તે તેમને પોતાના ખભા ઉપર icu માં લઇ જાય છે. જ્યાં થોડીજ વારમાં તેમનું મોટ થઇ જાય છે.
આ બાબત પ્રકાશમાં આવ્યા પછી, શિવપુરીની મેડિકલ કોલેજના અક્ષય નિગમે જણાવ્યું કે, દર્દીનું હિમોગ્લોબિન 6 ગ્રામ થઈ ગયું હતું , પરંતુ તેને ઓક્સિજનની જરૂર નોહતી . તેથી, નર્સના કહેવા પર, વોર્ડ બોયે સુરેન્દ્ર પાસેથી બીજા દર્દીને આપવા માટે મશીન કાઢી નાખ્યું હતું . હાલમાં આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે, જે દોષી હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે