National

MP ELECTION : કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો, દિમાણીમાં પત્થરમારા બાદ ફાયરીંગ

નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (MPAssemblyElection2023) માટે સવારથી મતદાન (Voting) પ્રક્રિયા શરૂ થઈ છે. આ વખતે કમલનાથ (Kamalnath) અને દિગ્વિજય સિંહ (DigvijaySinh) જેવા દિગ્ગજ કોંગ્રેસી (Congress) નેતાઓનું ભાવિ દાવ પર લાગેલું છે, જ્યારે ભાજપના (BJP) કેન્દ્રીય મંત્રીઓ અને ચાર સાંસદોના રાજકીય ભવિષ્ય માટે પણ આ ચૂંટણી મહત્વની બની રહેશે.

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. મધ્યપ્રદેશની 230 વિધાનસભા સીટો પર સવારે 11 વાગ્યા સુધી 27.79 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે લિટમસ ટેસ્ટથી ઓછી નહીં હોય. મતદારોએ છેલ્લે કમલનાથની સરકારના 15 મહિના અને શિવરાજની સરકારના સાડા ત્રણ વર્ષ જોયા. તેના આધારે જનતા પોતાનો ચુકાદો આપી શકે છે.

કમલનાથના પુત્ર નકુલ નાથને ભાજપના કાર્યકરોએ મતદાન મથકમાં પ્રવેશતા અટકાવ્યા છે. છિંદવાડામાં ભાજપના સભ્યોએ સાંસદ નકુલનાથને બૂથમાં જતા અટકાવ્યા હતા. ત્યારથી મતદાન મથક પર હોબાળો મચી ગયો છે. ખંડવા જિલ્લાની પંઢાણા વિધાનસભાના કુંડલેશ્વરમ વોર્ડ નંબર 15ના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદારોમાં ભારે રોષ છે અને તેમનું કહેવું છે કે ચૂંટણીમાં નેતાઓ વચનો આપે છે પણ કામ કોઈ કરતું નથી.

દિમાણીમાં મતદાન દરમિયાન મતદાન કેન્દ્ર પર પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. આ ઘટના બાદ કેન્દ્રમાં ખળભળાટ મચી ગયો છે. છતરપુર જિલ્લાના રાજનગર વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ સમર્થકના મોતનો મામલો સામે આવ્યો છે. છતરપુરમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ સિંહ નાતી રાજા પર જીવલેણ હુમલો થયો હતો. કાર ચલાવી રહેલા કાઉન્સિલરને ગોળી મારી દેવામાં આવી હતી. ફાયરિંગમાં કાર ચલાવી રહેલા કાઉન્સિલર સલમાન ખાનનું મોત થયું છે. વિક્રમનો આરોપ છે કે આ હુમલો ભાજપના ઉમેદવાર અરવિંદ પટેરિયાએ કરાવ્યો હતો. 

હરદામાં મતદાન કેન્દ્ર પર વીજ કરંટ લાગવાથી યુવકનું મોત થયું છે. ઇન્દોરના મહુમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસીઓ પર તલવારો વડે હુમલો કર્યો છે.

વોટ ખરીદવાનો ભાજપ પર આક્ષેપ
ભોપાલમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને છિંદવાડાથી પાર્ટીના ઉમેદવાર કમલનાથે ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ પોલીસ, પૈસા અને વહીવટ દ્વારા વોટ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કમલનાથે દાવો કર્યો હતો કે તેમની પાસે ભાજપનો દારૂ અને પૈસા વહેંચતો વીડિયો છે.

Most Popular

To Top