પશ્મીના પરિવારનું નામ ‘રોશન’ કરશે
શન સંગીતકાર હતા. તેમના બે દિકરામાંથી એક રાકેશ રોશન અભિનેતા અને પછી નિર્માતા-દિગ્દર્શક બન્યા અને બીજા દિકરા રાજેશ રોશન સંગીતકાર બન્યા. પછી ત્રીજી પેઢીએ રાકેશ રોશનના દિકરા ઋતિક રોશન અભિનય ક્ષેત્રે પ્રવેશ્યા અને હવે રાજેશ રોશનની દિકરી પશ્મીના રોશન પણ ફિલ્મોમાં પ્રેવશી રહી છે. શાહિદ કપૂર અને અમૃતા રાવની ‘ઈશ્ક વિશ્ક’ની સિકવલ તરીકે ‘ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ’બનાવાની છે અને તેમાં રોહિત સરાફ સાથે પશ્મીના ચમકશે. સાથે જિબ્રાન ખાન અને નૈના ગ્રેવાલ પણ હશે.
જૂનિયર NTRને હવે જો જો ‘NTR 30’ તરીકે
જૂનિયર NTR નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે, જેનું નામ ‘NTR 30’ છે. આ એક એકશન થ્રીલર ફિલ્મ હશે અને તેનું દિગ્દર્શન કોરટાલા શિવા કરશે. 2016માં આ બંનેની ‘જનતા ગેરેજ’ ફિલ્મ આવી ચૂકી છે. આ એક મેગા બજેટ પેન ઈન્ડિયા ફિલ્મ હશે, એટલે કે દક્ષિણ ઉપરાંત હિન્દી ભાષામાં પણ રજૂ થશે.
મિથિલા પારકર અને જાવેદ જાફરી બોકિસંગ કરશે
જાવેદ જાફરી અને ‘લિટલ થિંગ્સ’થી જાણીતી મિથિલા પાલકર પહેલીવાર એક સાઈકોલોજીકલ થ્રિલર ‘ઈન ધ રિંગ’માં નજરે ચડશે. આ ફિલ્મનું દિગ્દર્શક USમાં રહેતી અલ્કા રઘુરામ કરશે. આ ફિલ્મમાં એક 17 વર્ષની બોક્સર શમાની વાર્તા દર્શાવશે જે મિથિલા પારકર ભજવશે. આ પાત્ર મુસ્લિમ બોકિસંગ કમ્યુનિટીનો ભાગ હોય છે અને જ્યારે ચેમ્પિયનશીપમાં ભાગ લે છે, ત્યારે તેની પર તેની આન્ટીના મર્ડરનો આરોપ આવે છે. આ ફિલ્મમાં રઝિયા શબનમ પણ દેખાશે, જે ઈન્ટરનેશનલ કોચ અને રેફરી બનનાર પ્રથમ ભારતીય સ્ત્રી હતી.
ક્રિકેટર એસ. શ્રીસંત હવે ફિલ્મોમાં અભિનય પછી પાર્શ્વગાયક
એસ. શ્રીસંતની ઓળખ ક્રિકેટર તરીકે હતી. ઘણા ક્રિકેટરો નિવૃતિ પછી કોમેન્ટેટર, સિલેકટર, કોચ સહિતની ભૂમિકામાં કામ કરવા માંડે છે. શ્રીસંતે ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો અને હવે ‘આઈટમ નંબર’ નામની ફિલ્મમાં પાર્શ્વગાયક તરીકે આરંભ કરશે. સાજી પલુરન નામના દિગ્દર્શકની આ ફિલ્મમાં સની લિઓન આઈટમ નંબર કરી રહી છે. એસ. શ્રીસંતનું કહેવું છે કે ખેલાડીઓ અભિનય ક્ષેત્રમાં ભાગ્યેજ આવે છે, પણ હું તો હવે ગાયનમાં પણ પ્રવેશ્યો છું ને ઈચ્છું છું કે આ ક્ષેત્રમાં પણ સારું નામ થાય.