ડાકોર: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં તેમજ ગળતેશ્વર તાલુકાના મહિસાગર તાલુકાના ભુમાફિયાઓ દ્વારા ટ્રકોમાં ઓવરલોડ રેતી-કપચી, ગ્રેનાઈટ સહિતની વસ્તુઓ ભરી અવરજવર કરવામાં આવે છે. જેને પગલે આવી ટ્રકોમાંથી ધુળની ડમરીઓ ઉડે છે. તેમજ કપચી-કાંકરેટ રોડ પર ફેલાય છે. જેને પગલે માર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યાં છે. ધુળની ડમરીઓ ઉડીને આસપાસના ખેતરોમાં ફેલાવાથી ખેતપાકને પણ ભારે નુકશાન પહોંચી રહ્યું છે. સાથે-સાથે લોકોનું સ્વાસ્થ પણ જોખમમાં મુકાઈ રહ્યું છે. તેમછતાં આવા ટ્રકચાલકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી, આવા ટ્રકોના ચાલકો વચોટીયા મારફતે ડાકોર અને ઠાસરા પોલીસને હપ્તા પહોંચાડતાં હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે, આ માર્ગ પર ધુળની ડમરીઓ ઉડાળી અન્ય વાહનચાલકોને મુશ્કેલીમાં મુકતાં ટ્રકચાલકો સામે વહેલીતકે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઠાસરા તાલુકાની પ્રજા અને વૈષ્ણવો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ડાકોર-ગળતેશ્વર રોડ પર ટ્રકોમાંથી ઉડતી ધુડથી વાહનચાલકો પરેશાન
By
Posted on