વડોદરા: અવાર નવાર હાઈવે પર ખાનગી તેમજ સરકારી બસ અકસ્માતનો ભોગ બનતી હોય છે.જેનાં કારણે બસનાં પ્રવાસીઓ તેમજ ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાનાં બનાવો બનતા હોય છે.અકસ્માત કે પછી કોઈ પણ તાત્કાલિક સારવારનાં કિસ્સાઓમાં જો બસમાં ફર્સ્ટ એઈડ કિટ હોય તો લોકોને તરત સારવાર આપી શકાય છે.જેના કારણે મોટર વ્હિકલ એક્ટ મુજબ દરેક વાહનોમાં ફર્સ્ટ એડ કીટ રાખવી ફરજિયાત છે.
વડોદરા એસ.ટી ડેપો ખાતે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે અને બસો અમદાવાદ, સુરત તેમજ દાહોદ સહિત અલગ અલગ જિલ્લામાંથી વડોદરામાં પ્રવેશે છે. બસની અંદર રાખવામાં આવતી ફર્સ્ટ એઈડ કિટની અંદર એન્ટિસેપ્ટિક ક્રીમ, ડેટોલ, વંધિકૃત ડ્રેસિંગ્સ ,સ્થતિસ્થાપક અને વોટર પ્રુફ પલાસ્ટર, ઘા અને બર્ન્સ માટે પાટા અને ટિંકચર આયોડીન હોવા જોઈએ.પરંતુ ,વડોદરા એસ.ટી ડેપો ખાતે અમુક બસોમાં ફર્સ્ટ એઈડ કિટ જોવા સુદ્ધા મળી ન હતી.જ્યારે કેટલીક બસોમાં ફર્સ્ટ એઈડ કિટ જોવા મળી હતી. પ્રવાસીઓના જણાવ્યા મુજબ બસની અંદર ફર્સ્ટ એઈડ કિટ હોતી નથી.