Vadodara

શહેરના મોટા ભાગ સ્મશાનો બીમાર હાલમા : રીપેરીંગ કોણ કરશે?

વડોદરા: શહેરના સ્મશાનોની હાલત બિલકુલ ખરાબ જોવા મળે છે તેમ છતાં વડોદરા મહાનગર પાલિકા ના સત્તાધીશો ના પેટનું પાણી હાલતુ નથી. શહેર ના તમામ સ્મશાનો સૌ પ્રથમ સફાઈ માંગી રહીયાઁ છે. ત્યાર બાદ પ્રાથમિક સુવિધા પાણી અને લાઈટ તેમજ બેસવા માટે બાંકડા ની સુવિધા કરવાની જરૂર છે. તેમજ કેટલાક સ્મશાનો મા મૃત દેહ સળગાવવા ની સગડી ઓ જૂની થઇ ગઈ હોવાથી કાટ ખાઇ ને સડી ગઈ છે. જયારે નિઝામપુરા ના સ્મશાન મા જયા ચિતા સગડી છે તેની ઉપર ના પતરા મા કાણા પડી ગયા હોવાથી ચોમાસા ના સમયે વરસાદી પાણી સીઘું સળગતા મૃત દેહ પર પડશે જેથી આ પતરા બદલવાની જરૂર ઉભી થઇ છે.

આમ શહેર ના સ્મશાનો પાયા ની સુવિધા નો અભાવ વડોદરા નગર પાલિકા ક્યારે દુર કરશે એ તો આવનારો સમયજ બતાવશે. માણસ જયારે જીવતો હોય છે ત્યારે અનેક તકલીફો વેઠતો હોય છે. હારી થાકી ને પોતાના નું ચલાવી ને કંટાળેલ માનવી નું જયારે અવસાન થાય છે ત્યારે તેમને સ્મશાન મા લઈ જવામાં આવે છે. પરંતુ વડોદરા ના મોટા ભાગના સ્મશાનો મા પાયાની સુવિધા ન હોવાથી મૃત દેહ ને સ્મશાનો મા પણ મુશ્કેલી નો સામનો કરવો પડૅ છે. વોર્ડ ન.1 નિઝામપુરા મા આવેલ સ્મશાન ની કફોડી હાલત જોવા મળે છે.સ્મશાન મા આવેલ ગેસ ચિતા ની હાલત પણ ખખડધજ જોવા મળી છે અનેક ફરિયાદો છતાં હજુ સુધી પાલિકા અધિકારીઓ અહીંયા ફરક્યાં નથી.

Most Popular

To Top