Business

પ્રભાતફેરી

પ્રભાતફેરી એક એવો શબ્દ જે બાળપણના દિવસો યાદ કરાવી દે છે. અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે પ્રભાતફેરીમાં જતાં. આ બંને સ્વાતંત્ર્ય દિને સ્કૂલ પાસેથી સરઘસાકારે બે બેની લાઈનમાં, આગળ સ્કૂલનું બેનર અને આપણો રાષ્ટ્રધ્વજ લઈને ચાલતાં ચાલતાં શિસ્તબધ્ધ રીતે દેશપ્રેમનાં ગીતો ગાતાં અને ગવડાવતાં. ધ્વજારોહણનું સ્થળ જ્યાં નક્કી કર્યું હોય ત્યાં પહોંચતાં અને કાર્યક્રમ પૂરો થતાં ફરી પાછા સ્કૂલમાં આવતાં ત્યાં નાનખટાઈ દરેક વિદ્યાર્થીને મળતી તેનો આનંદ કાંઈક અલૌકિક જ હતો.

ગામની શેરીઓમાં દેશભક્તિનાં ગીતોનો ગુંજારવ ગામમાં સર્વત્ર ચેતના જગાડતો. આ શિરસ્તો જ્યાં સુધી નિશાળમાં ભણતાં ત્યાં સુધી સુપેરે નિભાવ્યો. આ સંસ્મરણ આજે પણ માનસપટ પર  અંકિત છે. પરંતુ દુ:ખ એ વાતનું થાય છે વરસમાં આવતા આ બે તહેવારોમાં આજના વિદ્યાર્થીની પાંખી હાજરી જોવા મળે છે. વિદ્યાર્થીના મા-બાપને હું એક જ વિનંતી કરીશ કે બાળકને આ માટે રોકો નહીં. દરેક વિદ્યાર્થી આમાં ભાગ લેશે તો દેશ પ્રત્યે ભાવના વિકાસ પામશે અને પ્રત્યેક બાળક પોતાના દેશ માટે ગર્વ અનુભવશે.
અડાજણ, સુરત – શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાનો તખ્તો ગોઠવી દીધો
પશ્ચિમ બંગાળમાં હુમાયુન કબીરે નવો પક્ષ સ્થાપવાની ઘોષણા કરી અને ઓવૈસીએ એમને ટેકો જાહેર કર્યો. તૃલમૂલ કોંગ્રેસની ઓફિસે EDએ દરોડા પાડ્યા. હવે તૃલમૂલ કોંગ્રેસ અને મમતા બેનરજીને ભાજપ ભ્રષ્ટાચારીનું લેબલ લગાવી દેશે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતો હુમાયુન કબીરને મળશે. હિન્દુઓના મતો વહેંચાઈ જશે. બહુમતી હિન્દુઓના મત ભાજપને મળશે. બાકીના મતો તૃલમૂલ કોંગ્રેસને મળશે. એટલે ભાજપ ખૂબ આસાનીથી વિધાનસભાની ચૂંટણી જીતી જશે. એક વાર ભાજપની સરકાર પશ્ચિમ બંગાળમાં સ્થપાશે, પછી મમતા બેનરજી અને હુમાયુન કબીરની શું સ્થિતિ થશે, એ તો સમય જ કહેશે.
નવસારી- દોલતરાય એમ. ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top