બેંગલુરુ (Bengaluru): જાન્યુઆરી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ થયાના માત્ર પાંચ દિવસ પછી ઘણા બધા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે માતાપિતા અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. એકલા બેલગાવી જિલ્લામાં જ 18 શિક્ષકો કોરોનાગ્રસ્ત નીકળ્યા હતા. ત્યારબાદ સરકારે જણાવ્યુ કે,શૈક્ષણિક સંસ્થાઓ ખોલતા પહેલા તમામ અધ્યાપન અને નોન-ટીચિંગ સ્ટાફે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.
બેલગાવીના ડી.સી., એમ.જી. હિરેમાથે મંગળવારે સ્વીકાર્યું કે, ચિકકોડીના ચાર અને બેલગાવીના 18 શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત, કોપલમાં પણ બે ટીચરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 23 વિદ્યાર્થીનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સાત મહિનાથી વધુ સમય પછી સોમવારે નવથી બાર ધોરણના વર્ગના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ફરી શરૂ કરવામાં આવી. ડ્યૂટી શરૂ થયાના પહેલા દિવસે 62 શિક્ષકો કોરોનાથી સંક્રમિત નીકળ્યા હતા. શાળામાં 1,21,579 વિદ્યાર્થીઓ આવ્યા હતા. શાળા શરૂ કરતાં પહેલા 7,063 આચાર્યો અને શિક્ષકો અને 2,500 બિન-શૈક્ષણિક કર્મચારીઓની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 62 આચાર્ય અને શિક્ષકો અને 10 બિન-શિક્ષક સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો હતો.
બીજી બાજુ મંગળવારે સરકારે જાહેરાત કરી છે કે 14 જાન્યુઆરી આસપાસ દેશમાં રસીકરણ શરૂ થઇ જશે. દેશમાં આની તૈયારીઓ શરૂ પણ થઇ ગઇ છે. પણ દેશમાં અન્ય એક ચિંતા વધી રહી છે. જેના વિશે આપણે સજાગ રહેવાની જરૂર છે. આજે એટલે કે બુધવારે દેશમાં યુકેમાં શોધાયેલા નવા કોરોનાના પ્રાકરના કેસનો આંકડો 71 પર પહોંચી ગયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે બ્રિટનમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અને અહીં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યુ છે.
એવામાં ભારત 7 જાન્યુઆરીથી યુકેથી આવનારી ફલાઇટ્સ શરૂ કરવા જઇ રહ્યુ છે. જે કે કેન્દ્રના આ નિર્ણય પર રાજસ્થાનના CM અશોક ગેહલોતે ફરી એકવાર વિચાર કરવા સૂચન કર્યુ છે. જણાવી દઇએ કે યુકેમાં વણસી ગયેલી સ્થિતિને કારણે યુકે PM બોરિસ જ્હોનસને 72મા પ્રજાસત્તાક દિને ભારતના મહેમાન બનવાનું ટાળ્યુ છે.