વડોદરા : કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની શહેરની સયાજીગંજ વિસ્તારમાં આવેલી પુજા હોટલમાંથી છોટાઉદેપુર જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધ્યા હતા. જોકે તપાસમાં પોલીસે એન્થોનીને ભગાડવામાં મદદ કરનાર અને તપાસમા હાલ સુધી ખુલેલા નામના વ્યક્તિઓને પકડી પાડ્યા છે. ત્યારે બનાવને 24 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે. પરંતુ હજી સુધી શહેર પોલસની એક પણ ટીમ એન્થોનીને પકડી શકી નથી.
ગત તા.6મે એ એન્થોનીને છોટાઉદેપુર સબ જેલથી પોલીસ જાપ્તા સાથે વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. ત્યારે એન્થોનીએ તેની દિકરીને મળવાની જીદ કરી હતી. અને જાપ્તાના પીએસઆઈ ડામોર વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એન્થોનીને સયાજીગંજની પુજા હોટલમાં લઈ ગયા હતા. જ્યાં એન્થોની તેના સાગરીતોની મદદ લઈ ફરાર થઈ ગયો હતો. જેમાં તપાસમાં એન્થોનીને ભગાડી વિકાસ કશ્યપ મધ્યપ્રદેશ તરફ મુકીને આવ્યો હોવાનું ખુલ્યુ હતું. ત્યારે એન્થોની ફરાર થયાના બનાવને લઈ 24 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે. પરંતુ શહેર પોલીસ એન્થોની સુધી પહોંચવાની વાત તો દુર તેણી કોઈ ખાસ માહિતી પણ મેળવી શકી નથી. જોકે શહેર પોલીસ સતત એન્થોનીને પકડી પાડવા તપાસમાં લાગેલી છે.