Vadodara

શહેરમાં ઢોર કરતા પશુપાલકોનો આતંક વધુ

વડોદરા: શહેરમાં ઢોર પકડવા જતી પાલિકા ની ઢોર પાર્ટીના અધિકારીઓને અનેક ઘર્ષણોનો સામનો કરવો પડે છે. પોતાના ઢોર બચાવવા માટે પશુપાલકો લાકડીઓ સાથે આવતા હોય છે અને પોતાના ધોરણે હાંકી કાઢવાના પ્રયાસો કરે છે. આજે પણ ગોરવા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલ અધિકારીઓ સાથે ઘર્ષણ થયું હતું અને એક તબક્કે ધોરણે આ વિસ્તારમાં આવેલ એક ખાનગી બેન્કની બહાર બાંધવા પડ્યા હતા.

આજે પાલિકાની ઢોર પાર્ટીના અધિકારીઓ ગોરવા વિસ્તારમાં રખડતા ધોરણે પાંજરે પૂર્વ માટે ગયા હતા. જો કે આ અંગેની જાણ ધોરણ માલિકને થઇ ગઈ હતી અને તેઓ લાકડીઓ સાથે ધોરણે હાંકી કાઢવા માટે આવી ચઢ્યા હતા. આ પશુપાલકે પાંજરે પુરાયેલ ઢોરને છોડાવવા માટે અધિકારીઓ સાથે પણ તું તું મેં મેં કરી હતી. અને બનતા પ્રયાસો કર્યા હતા. એક તબક્કે આ વિસ્તારમાં લોક તોલા પણ ઉમટી પડ્યા હતા. અને રોડ વચ્ચે જ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તબક્કે પાલિકાના અધિકારીઓ દ્વારા ઢોરને નજીકમાં આવેલ HDFC બેન્કના કમ્પાઉન્ડમાં જ બાંધવી પડી હતી. જો કે ત્યાર બાદ આ પશુપાલક બાઈક ઉપર સવાર થઇ નાસી છૂટ્યો હતો.

ઢોર પાર્ટીમાં જ કોઈ વિભીષણ? પોલીસ પણ મૂકપ્રેક્ષક
ઢોર પાર્ટીના માણસો ઢોરને પાંજરે પુરવા જાય છે પરંતુ તે પહોંચે તે પહેલા જ પશુપાલકોને જાણ થઇ જાય છે અને તેઓ છોડાવવા આવી જાય છે ત્યારે ઢોર પાર્ટીમાં જ કોઈ વિભીષણ નથી ને કે જે પશુપાલકને જાણ કરી દેતું હોય. આ ઉપરાંત આજે આ ઘર્ષણ થઇ રહ્યું હતું ત્યારે એક પોલીસ અધિકારી પણ ત્યાં હાજર હતા પરંતુ તેઓ પણ મૂક પ્રેક્ષક બનીને ઉભા હતા. આંગળીઓ ખૂટી જાય પરંતુ વીંટીઓ ન ખૂટે તેવા આ અધિકારી જાણે અન્ય વટેમાર્ગુઓની જેમ તમાશો જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું.

પશુને ભગાવવાની કોશિશ નિષ્ફળ
ગોરવા વિસ્તારમાં કેટલ ઇન્પેક્ટર વિક્રમસિંહ સરવૈયાની અધ્યક્ષતામાં ઢોર પાર્ટીના માણસો ગયા હતા અને ત્યાં એક ગાય વાયેલી હતી જેને બચાવવાના પ્રયાસો પશુપાલકોએ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. થોડા ઘર્ષણ બાદ ગાયને પાંજરે પુરી હતી. – મનુભાઈ પરમાર, સિક્યુરિટી આસિસ્ટન્ટ

Most Popular

To Top